તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આઝાદ ચોકના 12 લારી ધારકો સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકને અડચણરૂપ લારી રાખતા કરાઇ કાર્યવાહી
  • સાંકડા રોડમાં અડીંગાથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલી

જૂનાગઢ શહેરના આઝાદ ચોકમાં 12 લારી ધારકો સામે પોલીસ ફરિયાદ થઇ છે. ટ્રાફિકને અડચણરૂપ લારી રાખવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સાંકડા અને ટ્રાફિકથી ધમધમતા આઝાદ ચોક વિસ્તારમાં અનેક લારી ધારકો રસ્તામાં આડેધડ રીતે લારીના અડીંગા રાખીને બેસી જાય છે. પરિણામે ત્યાંથી પસાર થતા લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ અંગેની રજૂઆત બાદ એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 12 જેટલા લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે લારીઓ રાખીને વેપાર કરતા હોવાનું સામે આવતા તમામ સામે એ ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન હજુપણ પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવશે અને ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો