તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વેરાવળમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

વેરાવળ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વેરાવળમાં ફીશ કંપનીમાં કામ કરતી સગીરાને તેનો 20 વર્ષીય સાથી કર્મી બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોની ફરીયાદ બાદ પોલીસે બંન્‍નેને ઝડપી લઇ સગીરાનું મેડીકલ કરાવતા દુષ્‍કર્મ કરાયુ હોવાનું સામે આવતા પોલીસે યુવક સામે પોસ્‍કો, અપહરણ, એટ્રોસીટી અને દુષ્‍કર્મની કલમો હેઠળ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર વેરાવળ જીઆઇડીસીમાં ફીશ કંપનીમાં કામ કરતી અને પ્રભાસપાટણમાં રહેતી સગીરાને ગઇકાલે સાંજના સમયે તેની સાથે જ કામ કરતો મયુદીન યુનુસ ભાદરકા (ઉ.વ.20) નામનો યુવક ભગાડી ગયો હતો. સગીરા રાત્રી સુઘી ઘરે ન પહોંચતા પરીવારજનોએ શોઘખોળ હાથ ઘરેલ પરંતુ કોઇ પતો મળેલ ન હતો. જેથી પોલીસને સગીરા ગુમ થયાની જાણ કરી હતી. ત્‍યારબબાદ પોલીસે શોઘખોળ હાથ ઘરતા આજે યુવક-અને સગીરાને જુનાગઢ હાઇવે પરથી ઝડપી લઇ પોલીસ સ્‍ટેશને લઇ આવવામાં આવેલ હતા.

આ અંગે પીઅઇ એન.એમ.આહીરે જણાવેલ કે, ઉપરોકત બનાવ અંગે આરોપી મયુદીન ભાદરકા પોલીસે પોસ્‍કો, અપહરણ અને એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંઘેલ હતો. આજે બંન્‍નેને પકડી લેવાયા બાદ સગીરાનું મેડીકલ કરાવવામાં આવેલ હતુ. જેમાં દુષ્‍કર્મ થયુ હોવાનું સામે આવતા ફરીયાદમાં દુષ્‍કર્મની કલમો ઉમેરવામાં આવી છે. યુવક-સગીરા બંન્‍ને એક જ કંપનીમાં સાથે કામ કરતા હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે. આ મામલે વઘુ તપાસ હાથ ઘરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો