તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:જૂનાગઢમાં લગ્નપ્રસંગે નિયમોનો ભંગ કરવો પડ્યો મોંઘો, વરરાજા સહિત 8 લોકો લગ્ન મંડપમાંથી પહોંચ્યા પોલીસ સ્ટેશન

જૂનાગઢ12 દિવસ પહેલા
લગ્નપ્રસંગે નિયમોનો ભંગ થતા વરરાજા સહિત 8 લોકોની અટકાયત
 • ગાઈડલાઈન્સ મુજબ 50 લોકોની છૂટ હોવા છતા વધુ લોકો એકઠા થતા કાર્યવાહી

કોરોના મહામારી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં યોજાયેલા એક લગ્નપ્રસંગ સમયે જાહેરનામાનો ભંગ થતા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. લગ્નપ્રસંગ સ્થળ પર પોલીસ પહોંચતા જ હાજર લોકોમાં નાસભાગ મચી હતી. પોલીસે જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરતા વરરાજા સહિત 8 લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

રસોડામાં રસોઈ બનાવેલી પડી રહી
રસોડામાં રસોઈ બનાવેલી પડી રહી

જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામા આવી
ગુજરાતમાં કોરોના મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગે 50 લોકોની મંજૂરી આપવામા આવી છે. જો કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં 50 કરતા વધુ લોકો એકઠા થયા હોવાની પોલીસને જાણ થતા પોલીસની ટીમ તપાસ માટે ઘટનાસ્થળ પર પહોંચતા લોકોમાં નાસભાગ મચી હતી. લગ્નપ્રસંગમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું માલૂમ રપડતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.
દરોડામાં વીડિયો કેમેરો, સ્‍ટીલ કેમેરો સહિત રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહીના કારણે ભોજન સ્થળ સૂમસામ બન્યું
પોલીસ કાર્યવાહીના કારણે ભોજન સ્થળ સૂમસામ બન્યું

વરરાજા પોતાના ઘરના બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યા
જાહેરનામાના ભંગ બદલ પોલીસે કડક કાર્યવાહી કરી વરરાજા સહિત 8 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો અને તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસને જોઇ લોકોમાં એક તબક્કે નાસભાગ મચી
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સુચનાથી વિસાવદરના પીઆઇ એન.આર.પટેલ સ્ટાફના આર.જે.સીસોદીયા, એમ.જી.અખેડ, પી.બી.હુણ સહિતનાએ વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે ચકુંભાઈ બાબુભાઇ મોરબીયા ખાંટના રહેણાક મકાને દરોડો પાડેલો હતો. જયાં ચકુભાઇની દીકરીના લગ્નનો સમારોહ ચાલી રહેલો અને જાન ભેસાણ તાલુકાના પાટલા ગામેથી આવેલ હતી. સમારોહમાં 50 કરતા વધુ લોકોની હાજરી જોવા મળી હતી. દરોડા સમયે પોલીસને જોઇ લગ્‍ન સમારોહમાં સામેલ લોકોમાં એક તબક્કે નાસભાગ મચી ગઇ હતી.

પોલીસ કાર્યવાહી કરતા લોકોમાં નાસભાગ મચી
પોલીસ કાર્યવાહી કરતા લોકોમાં નાસભાગ મચી

ત્‍યારબાદ પોલીસ દ્વારા આરોપીઓ દિકરીના પિતા ચકુંભાઈ બાબુભાઇ ખાંટ વરરાજા અનિલ સુરેશભાઈ ગુજરાતી ખાંટ, વરરાજાના ભાઈ પરેશભાઈ કેશુભાઈ ખાંટ પાટલા ગામ તા.ભેંસાણ, લગ્ન કરાવનાર ગોર હરેશભાઇ રમેશભાઈ ભટ્ટ, વીડિયો ગ્રાફરો આશિષ કાંતિલાલ ચુડાસમા તથા અશોક નરસીભાઈ વસોયા પટેલ રહે. જુનાગઢ, રસોઇયા પ્રવીણભાઈ રામભાઈ ગુજરાતી, હરસુખભાઈ મનસુખભાઇ ગુજરાતી સહિતના 8 આરોપીઓની વીડિયો કેમેરા, સ્ટીલ કેમેરા સહિત રૂ.1.50 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પોલીસ સ્‍ટેશને લઇ આવવામાં આવ્યા હતા. જયાં તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો