જૂનાગઢ શહેરના માંગનાથ રોડ, ભવનાથ વિસ્તારમાં આવારાતત્વોનો ત્રાસ વધી ગયો હતો. આ અંગેની રજૂઆત બાદ આવારાતત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ તંત્ર એકશન મૂડમાં આવી ગયું છે. રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ડિવાયએસપી હિતેષ ધાધલ્યા, એલસીબી પીએસઆઇ જે. જે.ગઢવી, એ ડિવીઝન, બી ડિવીઝન, ટ્રાફિક પોલીસ સહિત 50થી વધુ પોલીસના સ્ટાફે શહેરના માંગનાથ રોડ, એમજી રોડ અને ભવનાથમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
પોલીસે ફૂટ પેટ્રોલીંગ શરૂ કરતા આવારાતત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને આવા તત્વો ભોંભીતર થઇ ગયા હતા. ત્યારે પોલીસના પેટ્રોલીંગથી વેપારીઓ તેમજ નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. સાથે શનિવાર અને રવિવારના દિવસોમાં પણ ભવનાથ સહિતના હરવા ફરવાના સ્થળે પોલીસનું સતત પેટ્રોલીંગ રહે તેવી માંગ કરી છે જેથી માથાભારે તત્વોની રંજાડમાંથી મુક્તિ મળે અને લોકો પરિવાર સાથે બેસી પ્રકૃતિનો આનંદ અને રજાની મજા માણી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.