તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયરની જાસુસી:ચાઇના દ્વારા કરાતી જાસુસી મામલે PMને રજૂઆત કરાશે : મેયર ધીરૂભાઇ ગોહેલ

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની 8 મનપામાંથી જૂનાગઢ, વડોદરાના મેયરની જાસુસી

મારી કરાતી જાસુસી મામલે દેશના વડાપ્રધાનને જાણ કરવામાં આવશે તેમ જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું. ગુજરાતના 5 લાખ મળી દેશના કુલ 30 લાખથી વધુ લોકોની ચાઇના દ્વારા કરવામાં આવતી જાસુસીનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના જનક ચાઇનાની આ નવી અવળચંડાઇ સામે આવી છે. ચાઇના દ્વારા કરાતી જાસુસીમાં જૂનાગઢના મેયરની પણ જાસુસી શામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ અંગે મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ આઠ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. જેમાંથી વડોદરાના મેયર જીગીશાબેન શાહ અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલની એટલે કે મારી જાસુસી થતી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે આ મામલે ગવર્નમેન્ટ જરૂરી પગલાં લેેશે. ખાસ તો કોરોના મહામારીના જનક તરીકે ચાઇના સમગ્ર વિશ્વમાં વગોવાઇ ગયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચાઇનાની મોબાઇલ એપ બંધ કરી દીધી છે. અનેક આયાતો બંધ કરી દેશને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. ત્યારે આર્થિક ફટકો સહન કરી ન શકતા ચિન ઘાંઘુ થયું છે, માટે આવી હરકતો કર્યા કરે છે. પરંતુ ભારત હવે દરેક ક્ષેત્રે જડબાતોડ જવાબ દેવા માટે સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...