ભૂદેવો માટે આયોજન:માત્ર એક ચા, માવાના ભાવમાં પાર્ટી પ્લોટમાં રમો દાંડીયા રાસ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ( સંગઠન)નું માત્ર ભૂદેવો માટે આયોજન
  • નિમંત્રણની આવકમાંથી નિર્માણ પામશે ભૂદેવો માટેનું પરશુરામ ધામ

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા(ટ્રસ્ટ) સંગઠન દ્વારા માત્ર ભૂદેવો માટે નવરાત્રિનું આયોજન કરાયું છે. આ માટે સાવ નજીવી રકમના નિમંત્રણ કાર્ડ અપાશે જેની આવકમાંથી ભૂદેવો માટેના પરશુરામ ધામનું નિર્માણ કરવામાં આવશે. આ અંગે સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન)દ્વારા ખલીલપુર રોડ પરના કૈલાસ ફાર્મ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ નવરાત્રિમાં બ્રિજરાજ લાબડીયા અને સંગીતા લાબડીયા રિન્કુ ડેરિયા ઓરકેસ્ટ્રાના તાલે રાસની રમઝટ બોલાવશે. આ માટે નિમંત્રણ કાર્ડ ઇશ્યુ કરાયા છે

પરંતુ જેની કિંમત એટલી નજીવી રખાઇ છે કે પર ડેના વ્યક્તિ દિઠ માત્ર 15 રૂપિયા થાય!! સામાન્ય રીતે એક ચા, કે માવાની કિંમત જેટલા ભાવમાં ભૂદેવો પાર્ટી પ્લોટમાં નવરાત્રિની રમઝટ માણી શકશે. આ રીતે નિમંત્રણ કાર્ડ આપવા પાછળના બે કારણ છે. એકતો કોઇપણ ભૂદેવને એમ ન લાગે કે હું ફ્રીમાં(મફત)માં રમું છું. બીજું આ નિમંત્રણ કાર્ડની આવકમાંથી ભૂદેવો માટેના પરશુરામ ધામનું નિર્માણ થશે જેથી તેમાં પણ યોગદાન આપ્યાનું ગર્વ દરેક ભૂદેવ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...