ધાર્મિક:સરદાર પટેલે જીર્ણોદ્વાર માટે કહેલ તે સરદાર બાગના શિવ મંદિરે વૃક્ષારોપણ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવમી નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ સરદાર બાગ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જૂનું શિવાલય જોઇ આરઝી હકુમતના સેનાનીઓને મંદિરનો જીર્ણોદ્વાર કરવા જણાવ્યું હતું. આજે આ મંદિર એટલે સોમેશ્વર મહાદેવ મંદિર. દરમિયાન નવમી નવેમ્બરને અનુલક્ષીને આ મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મેયર ધીરૂભાઇ ગોહેલ,ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ ભાજપના કોર્પોરેટરની ઉપસ્થિતી રહી હોવાનું શ્રી સોમેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી અલ્કેશભાઇ ગુંદાણીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...