તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:જિલ્લામાં રૂપિયા 1.26 લાખ હેકટરમાં રવિ પાકનું વાવેતર

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ 1મહિનો વાવેતર થશે, બાદમાં ચિત્ર સ્પષ્ટ

જૂનાગઢ જિલ્લામાં રવિ પાકનું વાવતેર શરૂ થઇ ગયું છે. દરમિયાન 20 નવેમ્બર 2020 સુધીમાં કુલ 1,26,040 હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે. જોકે, હજુ 1 મહિનો વાવેતર ચાલશે બાદમાં કુલ વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2020-21માં 44,505 હેકટરમાં ઘઉં, 370 હેકટરમાં જુવાર, 20 હેકટરમાં મકાઇ, 80 હેકટરમાં બાજરી, 50,545 હેકટરમાં ચણા, 4,085 હેકટરમાં મગ, 10 હેકટરમાં વાલ, 325 હેકટરમાં તુવેર, 4 હેકટરમાં રાઇ, 36 હેકટરમાં લામપાક (શેરડી), 34 હેકટરમાં નવું વાવેતર(શેરડી), 1,086 હેકટરમાં જીરૂ, 17,635 હેકટરમાં ધાણા, 680 હેકટરમાં લસણ, 5 હેકટરમાં ઇસબગુલ, 822 હેકટરમાં ડુંગળી, 2,178 હેકટરમાં શાકભાજી, 3,615 હેકટરમાં ઘાંસચારો અને 5 હેકટરમાં હળવદરનું વાવેતર કરાયું છે. દરમિયાન હજુ ડિસેમ્બર માસ સુધી વાવતેર જારી રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser