અભિયાન:પક્ષી, વાંદરા ફળ ખાઇ શકે તેવા 80 વૃક્ષોનું વાવેતર કરાયું

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઇસ્ટેપ ફાઉન્ડેશનનું પક્ષી બચાવો અભિયાન

શહેરના સોનાપુરી ખાતે 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પક્ષીઓ તેમજ વાંદરા જેમના ફળ ખાઇ શકે તેવા વૃક્ષનું વાવેતર કરાયું છે.

આ અંગે આઇસ્ટેપ ફાઉન્ડેશનના પ્રમુખ અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે,પક્ષી બચાવો અભિયાન અંતર્ગત આ કામગીરી કરાઇ છે. 80 વૃક્ષોનું વાવેતર બાદ તેના ઉછેર માટે સ્મશાનના કર્મચારી મનુભાઇ, પ્રદિપભાઇ, અજયભાઇ વગેરેએ ખાતરી આપી હતી. આ કામગીરીમાં આરતીબેન જોશી, નાગભાઇ વાળા, ગિરીશભાઇ મશરૂ, ડો. વિરેન્દ્ર ભટ્ટ, આશિષ મહેતા, મધુકાંતભાઇ, પ્રતાપસિંહ ઓરા, ભાવેશ શાહ, પી. સી. ભટ્ટ, હાર્દિક પંડયા, મયુર જોશી, વિનોદ ચંદારાણા, રાજુ સોનપાલ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...