પોલીટિકલ:વિક્રમી મતદાન માટેની રણનીતી સાથે જિલ્લા ચૂંટણી તંત્રનું આયોજન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વ્યાપક જન જનગૃતિ ઉભી કરાશે
  • ​​​​​​​મતદાનનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ ​​​​​​​કરવા જમીન સ્થિતિને ધ્યાને રાખીને વ્યૂહરચના

જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે બૂથ લેવલ અવરનેશ ગૃપના વડાઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને દરેક મતદાતા મતાધિકાર ઉપયોગ કરે તે માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મતદાન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ આ માટે જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને એક ચોક્કસ વ્યૂહરચના સાથે કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યાં હતા.

આ સાથે મતદાતાઓ પ્રચાર માટે આયોજિત રોકડ ભેટ, દારૂ જેવા અન્ય કોઇપણ પ્રલોભનોથી દૂર રહેવા માટે એક નૈતિક મતદાનનો સંદેશો ફેલાવવામાં આવશે.ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરિતિઓ માટે દંડ વગેરે બાબતોની જાગૃતિ ફેલાવવામાં આવશે.મતદારોને ડોર-ટુ ડોર સંપર્ક માટે ગ્રાસ રૂટ પરના તલાટી મંત્રી, આંગણવાડી વર્કર, આશાબહેનો, સખી મંડળના બહેનો ઉપરાંત આરોગ્યના અન્ય કર્મચારીઓની મદદ લેવામાં આવશે.ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભા કરવામાં આવનાર વિશિષ્ટ મતદાન મથકો જેવા કે, હેલ્થ એનીમલ હેલ્થ, સખી, યુવા, વિશે જાણકારી આપવામાં આવશે.

આ કામગીરી માટે જૂદા-જૂદા સ્તરેથી ચૂંટણી અધિકારી, સહાયક ચૂંટણી અધિકારી, CDPD તાલુકા ઓફિસર, મેડિકલ ઓફિસર સહિતના અધિકારી દ્વારા મોનિટરીંગ કરવાની સાથે નિયમિત રીતે આ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મતદાન માટે ગણતરીના દિવસો બાકી હોવાથી વ્યાપક સમજ સાથે વ્યુહાત્મક રીતે કામ કરવું પડશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ, DRDAના નિયામક પી.જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મતદાનના દિવસ માટે એક્શન પ્લાન
મતદાનના દિવસે મતદાનની ટકાવારી પર દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાએ અને પાંચેય વિધાનસભા બેઠક વાર કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેના માધ્યમથી દર બે કલાકના આંકડાઓ રિયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવશે. ઓછું મતદાન ધરાવતા મથકના બૂથ લેવલ અવરનેશ ગૃપના કર્મચારીઓને મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાં માટે અને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...