તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન છેતરપિંડીની 4 ઘટના:જૂનાગઢના યુવાનને ઓનલાઇન મંગાવેલા પીઝા 47 હજારમાં પડ્યા તો શિક્ષકના ખાતામાંથી 1 લાખ બારોબાર ઉપડી ગયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢમાં ચાર લોકો સાથે 4 લાખની ઓનલાઈન છેતરપીંડી થઈ
  • નિવૃત્ત એસ.ટી. ડ્રાઈવર સાથે 1.82 લાખની અને નિવૃત્ત વન કર્મી સાથે ૫ણ 54 હજારની ઠગાઈ

જૂનાગઢમાં રહેતા નિવૃત્ત એસ.ટી. ડ્રાઈવરને કાર ટ્રાન્સપોર્ટમાં મોકલવાના નામે અજાણ્યા શખ્સએ CISFના કર્મચારી તરીકે ઓળખ આપી 1.82 લાખ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જયારે ચવડાના શિક્ષકના ખાતામાંથી એક લાખ બારોબાર ઉપડી લીધા હતાં. તો જૂનાગઢમાં ઓનલાઈન પિઝા મંગાવાનું યુવાનને 47 હજારમાં પડ્યા હતા. નિવૃત્ત વન કર્મી સાથે પણ 54 હજારની ઠગાઈ કરી છે. આ ચારેય ઓનલાઈન છેતરપીંડીના કિસ્સાઓ અંગે સાઇબર પોલીસમાં ભોગ બનનાર લોકોએ ફરીયાદ નોંધાવી છે.

પિઝાની ડિલીવરી માટે એપ ડાઉનલોડ કરાવી છેતર્યા
જૂનાગઢના ભક્તિનગર પાસે રહેતા વત્સલભાઈ જીવરાજભાઈ મોપરાએ તા.7 જૂનના રોજ રાત્રે ગુગલમાં ડોમનોઝ પીઝાના હેલ્પડેસ્ક નંબર સર્ચ કરી ફોન કરી પિઝા મંગાવ્યા હતાં. ત્યારે અજાણ્યા શખ્સ કેશ ઓન ડિલીવરી નથી. તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે. તમને એક લીંક મોકલુ તેમાં વિગત ભરી દેજો આથી વત્સલભાઈએ લીંકમાં ફોન નંબર તેમજ એ.ટી.એમ. કાર્ડના નંબર સહિતની વિગત ભરી દીધી હતી. બાદમાં પિઝાની ડિલીવરી માટે ડિલીવરી બોયના નંબર માટે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તેમ કહી ફરી લીંક મોકલી એપ ડાઉન લોડ કરાવી હતી. બાદમાં વિત્સલભાઈના ખાતામાંથી 47,499 રૂપીયા ઉપડી ગયા હતાં. આ અંગે ફરિયાદ થતા રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે યુવાને ફરીયાદ કરી છે.

ઓનલાઇન કાર ખરીદવા જતા છેતરાયા
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ કિસ્સામાં જુનાગઢમાં જોષીપરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસટી ડ્રાઈવર અશ્વિનભાઈ જોશીએ તા.24 ડિસેમ્બર 2020ના રોજ પોતાના ફેસબૂક પર માર્કેટપ્લેસમાં એક કારની જાહેરાત જોઈ હતી. તેમાં નંબર આપ્યો હોવાથી ફોન કર્યો હતો. સામેથી પરસોતમ ભરતભાઈ હોવાની ઓળખ આપી પોતે CISF માં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં 1.40 લાખમાં કાર લેવા નક્કી થયું હતું. બાદમાં આ શખ્સ બેંક ડિટેઈલ મોકલી હતી અને કાર ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે અલગ અલગ સમયે કુલ 1.82 લાખ રૂપીયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. બાદમાં કાર મોકલી ન હતી અને પૈસા પણ ચાઉં કરી ગયો હતો. આ મામલે અશ્વિનભાઈ જોષીએ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.

શિક્ષકના ખાતામાંથી કટકે-કટકે લાખ રૂપિયા ઉપડી ગયા
વિસાવદર તાલુકાના ચાંપરડામાં બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે પી.ટી. શિક્ષક તરીકે નોકરી કરતા નગીનભાઈ મથુરાદાસ કોળીના એ.ટી.એમ.ના પિન નંબર મેળવી કોઈ અજાણ્યા શખ્સ તેમાંથી તા.29 માર્ચના કટકે કટકે કુલ 1 લાખ રૂપીયા એ.ટી.એમ. મારફત ઉપાડી લીધની ફરિયાદ થઈ છે.

વીમા કંપનીમાં રોકાણની માહિતી માગી છેતર્યા
જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા અને ગાંધીનગર ખાતેથી ફોરેસ્ટ વિભાગમાંથી હેડકલાર્ક તરીકે નિવૃત્ત થયેલા અવિનાશભાઈ નયનચંદ્ર ઓઝાને ગત તા. 28-8-2020ના અજાણ્યા શખ્સ આઈ.આર.ડી.એ. સબડિવિઝન ઓફિસમાંથી બોલુ છું તેમ કહી તમે કેટલા વીમા કંપનીમાં રોકાણ કર્યું છે. તેની માહતી માંગી હતી. બાદમાં 25-9-2020 ના એક અજાણ્યા શખ્સ આઈ.આર.ડી.એ.ના સેકશન હેડની ઓળખ આપી તમારા વીમા પોલીસીઓના પૈસા પરત મેળવવા માટે ત્રમ ટકા લેખે 54,789 ભરવાના થાય છે, તેમ કહ્યું હતું. આથી આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. બાદમાં ત્રણ માસ સુધી કોઈ રિફંડ મળ્યું ન હતું. આ અંગે આજે અવિનાશભાઈએ અજાણ્યા શખ્સ સામે 54,789 રૂપીયાની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...