રસ્તાનું પેચવર્ક શરૂ:સોરઠના 11 સ્ટેટ હાઇવેના ખાડા હવે પૂરાશે

જૂનાગઢ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લાના 9 અને ગીર સોમનાથના 2 રસ્તાનું પેચવર્ક શરૂ : અનેક માર્ગો છેક વરસાદ પહેલાના સમયથી બિસ્માર છે

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના અનેક રસ્તાનું ચોમાસામાં ધોવાણ થયું છે. બીજી તરફ રાજ્ય સરકારે ખરાબ રસ્તાના ફોટા પાડીને મોકલવા માટે ફોન નંબર જારી કર્યો છે. પરીણામે તંત્ર હરકતમાં આવી ગયું છે. લોકો હાઇવે પરના ખાડાથી ત્રાસી ગયા છે. કેટલાક હાઇવે તો લાંબા સમયથી બિસ્માર છે.

જેની અનેક વખત રજૂઆતો થઇ ચૂકી છે. તાજેતરમાં અનરાધાર વરસાદને પગલે તેમજ લાંબા સમયથી જે સ્ટેટ હાઇવે પર ખાડા છે તેને પૂરવાની કામગિરી હાથ ધરવામાં આવનાર છે. છેલ્લા એક સપ્તાહથી વરાપ નિકળતાં હવે માર્ગો પર પેચવર્કનું કામ હાથ ધરાશે. કેટલાક રસ્તાઓ પર તો પેચવર્ક શરૂ પણ કરી દેવાયું હોવાનું સ્ટેટ પવડી વિભાગનું કહેવું છે.જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સોલંકીના કહેવા મુજબ, જૂનાગઢ જિલ્લાના કુલ 9 રસ્તા પર પેચવર્કની કામગિરી શરૂ પણ થઇ ગઇ છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 2 માર્ગો પર પેચવર્કનું કામ હાથ ધરવામાં આવનાર છે.

જૂનાગઢ જિલ્લામાં આ રસ્તાના ખાડા પૂરાશે

 • કેશોદમાં એરપોર્ટ મીસીંગ લીંક
 • બાલાગામ પાટિયાથી બાલાગામ
 • મુળિયાસાથી બામણાસા કોઝવે
 • ભેંસાણથી ખંભાળિયા રોડ
 • વિસાવદરથી બગસરા (ભાયાણી) રોડ
 • વિસાવદરથી ધારી
 • વિસાવદરથી સાસણ રોડ
 • ખડિયા-બિલખા-માણેકવાડા રોડ
 • વંથલી-બાંટવા-માણાવદર-સરાડિયા રોડ
 • ખડિયા, વંથલી સહિતના અનેક રસ્તા પર મેટલીંગ પેચનું કામ પૂર્ણ
 • ગીર સોમનાથમાં 2
 • હાઇવેનું પેચવર્ક શરૂ
 • સુત્રાપાડા-ધામળેજ રોડ
 • તાલાલા-જામવાળા રોડ
અન્ય સમાચારો પણ છે...