મુશ્કેલી:પ્રશ્નાવડા ગામથી ડેમનાં નવામાર્ગ પર પડ્યા ખાડા

પ્રશ્નાવડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નબળુ મટીરિયલ વાપર્યાનો કરાયો આક્ષેપ

પ્રશ્નાવડાથી ડેમ તરફ જતો માર્ગ થોડા સમય પહેલા જ  બનાવવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય વરસાદ પડતાની સાથે જ  આ રસ્તા પર ખાડાઓ પડી ગયા છે. અને  કામગીરીમાં નબળુ મટીરીયલ્સ વાપરવામાં આવ્યું હોવાનાં આક્ષેપો થઇ રહ્યાં છે. તપાસ કરી કાર્યવાહીની માંગ કરાઇ છે. અને હાલમાં નાલાની કામગીરી ચાલી રહી છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો  છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, થોડા સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ નબળુ કામ થવાના કારણે થોડા દિવસમાં જ રોડ ધોવાઈ જતા અંદર વપરાયેલા મટીરીયલ્સની ગુણવંત્તા નબળી હોવાનું આક્ષેપ કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...