લોકોને હાલાકી:જેતપુર-સોમનાથ રોડ ઉપર પણ ખાડા પડ્યા, વરસાદથી મઘરવાડા રોડ પર પણ ખાડા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના મઘરવાડા ગામના ફાટક થી લુશાળા જતો માર્ગ અત્યંત બિસ્માર હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રજૂઆત બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમને લગભગ 2 મહિનાનો સમય વીત્યો છે. પરંતુ સીઝનનો પ્રથમ વરસાદ પડતાં જ આ માર્ગ પર અમુક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કાંકરી જોવા મળી રહી છે.

જેથી કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં વહેલીતકે સમારકામ નહી કરવામાં આવે તો આખો માર્ગ બિસ્માર બની જશે તેમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જયારે જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર મંગલપુર ફાટક નજીક અમુક જગ્યાએ ખાડા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...