ભવ્ય સ્વાગત:પીપળી નો યુવાન આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પહોંચતાં પુષ્પવર્ષા

ડોળાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાને કહ્યું નાનપણ જ દેશસેવામાં જોડાવાનો નિર્ણય લીધો'તો આજે સ્વપ્ન પૂર્ણ થયું

કોડીનાર તાલુકા ના પીપળી ગામ ના ભગીરથસિંહ જોધભાઈ ગોહિલ નાનપણ થી ભારતીય સૈન્ય માં જોડાવાનું સ્વપ્ન જોઈતો હતો.આખરે માતા પિતા,પરિવાર ના સહકાર અને સખ્ત પરિશ્રમ બાદ આ કારડીયા રાજપૂત રાજપૂત યુવાન નું સપનું સાકાર થયું છે. તેઓ ફૌજ ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવી તો પીપળી ગામ સમસ્ત તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોધાભાઈ ગોહિલ પીજીવીસીએલનાં નિવૃત્ત કર્મચારી છે તેમનો પુત્ર ભગીરથ નાનપણ થી જ સૈન્ય માં જોડાઈ દેશ સેવા કરવી છે.તેવા અરમાન ધરાવતો હતો.પિતા એ પણ પુત્ર ની ઇચ્છા ને સહર્ષ સ્વીકારી ભગીરથ ને તમામ સહકાર આપ્યો અને તે તનતોડ મહેનત કરવા લાગ્યો આખરે તેમની મહેનત ફળી હતી અને ભારતીય સૈન્ય માં પસંદગી પામ્યો હતો.બાદ ભારતીય સૈન્ય ની ટ્રેનીંગ પૂર્ણ કરી પીપળી વતન પરત ફર્યો તો તેમના સાથી મિત્રો સહિત ગામ સમસ્ત લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .ખુલ્લું કાર માં સવાર થઈ ગામમાં પરિભ્રમણ કર્યું હતું અને લોકોએ પણ પુષ્પ વર્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...