જાનથી મારી નાંખવાની ધમકી:સાંઢા ગામે સેન્ટિંગના સળીયા મુદ્દે પાઈપ, ધોકા વડે હુમલો

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરત આપી દીધો હોય છતાં માંગતા મામલો બીચકયો'તો, ગાળો ભાંડી ધમકી આપી, 4 સામે ગુનો

માંગરોળ તાલુકાના સાંઢા ગામે સેન્ટિંગના સળીયા મુદ્દે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તપાસ શરૂ થઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,માંગરોળ પંથકના સાંઢા ગામે રહેતાં હરસુખભાઈ વાલાભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ,હરસુખભાઈ ને સેન્ટિંગનું કામ ચાલતું હોય જેથી ચંદુભાઈ ઉકાભાઈ પરમાર પાસેથી સેન્ટિંગનો સળિયો લીધો હતો.જે પરત આપી દીધો હોવા છતાં ચંદુ સળિયો પરત આપી દેવાનું કહેતો હોય જેથી હસમુખભાઈએ કહ્યું હતું કે સળિયો આપી દીધો છે.

જેથી ચંદુ એ લોખંડનો પાઈપ, ધવલ ઉકાભાઈ પરમારે લાકડાનું બેટ,મિલન કારાભાઈ પરમાર લાકડાનો ધોકો લઈ કારાભાઈ પરમાર સહિત ચારેય હરસુખના ઘર પાસે આવ્યાં હતાં. અને સળીયાની માંગણી કરી ગાળો ભાંડી હતી અને ચંદુભાઈએ પાઈપ નો એક ઘા માર્યો હતો તેમજ ધવલે લાકડાના ધોકાનો એક ઘા કર્યો હતો.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી મળતા આ ચારેય વિરૂદ્ધ શીલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...