તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:ગિરનારના 3,000 પગથિયે હાર્ટએટેકથી યાત્રિકનું મોત, ડોળીવાળાએ મૃતકને નીચે ઉતારી પોલીસને જાણ કરી

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજસ્થાનના અતીરાજકાપુરા ગામના 60 વર્ષિય હકીમસિંહ હરવિલાસ ગિરનારની યાત્રાએ આવ્યા હતા. દરમિયાન 3,000 પગથિયે તેમને હાર્ટ એટેકનો હુમલો આવતા તેનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા ભવનાથ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. એમ.બામરોટીયાએ હાથ ધરી છે.

દરમિયાન ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી 30 યાત્રીકોનું ગૃપ ગિરનારની યાત્રાએ આવ્યું હતું. જ્યાં 60 વર્ષિય હકિમસિંહને હાર્ટ એટેક આવતા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ અંગેની જાણ થતા ફોરેસ્ટ વિભાગના આશિષભાઇ તેમજ ડોળીવાળા સંજયભાઇ, લાલાભાઇ, રાજુભાઇ અને કરણભાઇએ ડોળી મારફતે મૃતકને નીચે લઇ આવ્યા હતા.બાદમાં મૃતદેહ ભવનાથ પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...