આ તસવીર મગરના બચ્ચાની છે. એની આંખો સૌથી આકર્ષક છે. તસવીર ખેંચનાર વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પિંકેશ તન્ના જણાવે છે કે રાત્રે 12.32 કલાકે જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી પાસેના વિસ્તારમાં મગર શોધી રહ્યા હતા. અહીંના નાના નાના જળસ્ત્રોતોમાં મગરનાં બચ્ચાં આવે છે અને નાના જીવ જંતુઓનો શિકાર કરે છે. મગરની ખાસિયત એ છે કે તે પોતાનુ આખુ શરીર પાણીમાં રાખે છે અને માત્ર આંખ અને નાક જ બહાર રાખે છે. લોકોએ મગરને જોયો હશે પણ તેની આંખો ભાગ્યે જ નિહાળી હશે, તેથી જ આ આંખોની તસવીર લેવા માટે પ્રયત્ન કર્યો હતો.
આવી રીતે લેવાઈ આ તસવીર
મગરના બચ્ચાની આ તસવીર રાત્રીના 12.32 કલાકે ક્લિક થઈ. આ માટે 250 મીમીનો લેન્સ વપરાયો હતો તેમજ અપાર્ચર 5.6 તેમજ ISO 1600 તેમજ શટર સ્પીડ 1/640 સેકન્ડ રાખી હતી. અપાર્ચરનું કામ ઈમેજ પરના એક્સપોઝરને કંટ્રોલ કરવાનુ અને તેની ડેપ્થ રાખવાનુ છે. શટર સ્પીડ એટલે કે કેમેરાનું સેન્સર કેટલા સમય સુધી ફોટો ક્લિક કરવા શટર ખુલ્લું રાખે છે તે છે. જ્યારે બાહ્ય પ્રકાશના સ્ત્રોત સાથે ફોટો યોગ્ય રીતે લેવા ISOના સેટિંગ કરવા પડે છે. ISO જેટલંુ વધારે તેટલો પ્રકાશ વધુ મળશે અને ફોટો વધારે બ્રાઈટ આવશે. ખૂબ જ અંધારું હોવાથી ISO 1600 રાખ્યું હતું અને ટોર્ચ લાઈટનો ઉપયોગ કરાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.