તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરવર્તન:કોરોનાની મહામારીમાં સામેતર PHC સેન્ટરમાં દર્દીએ ગેટ ખોલવા કહેતા ડોક્ટરે કહ્યું ‘હોસ્પિટલ બંધ છે, તારાથી થાય તે કરી લે’

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબીબ દર્દી ઉપર ઉગ્ર થઇ ગયા હતા
  • દર્દીએ કહ્યું કેમ બંધ છે તો ડોક્ટરે ઉગ્ર થઇ કહ્યું બંધ છે એટલે બંધ છે

ગીરસોમનાથ: ગીરસોમનાથના સામેતર PHC સેન્ટરમાં તબીબનું ગેરવર્તન સામે આવ્યું છે. દર્દીએ જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. તબીબ આરીફ ભોજાણીએ દર્દી સામે દાદાગીરી કરી હતી. તબીબે હોસ્પિટલનો ગેટ બંધ કરી દીધો હતો. આથી બારીમાંથી દર્દીએ ગેટ ખોલવા કહ્યું હતું. પરંતુ તબીબે આજે હોસ્પિટલ બંધ છે એવું કહ્યું હતું. બાદમાં દર્દીએ કહ્યું કે આજે કેમ બંધ છે. તો તબીબ રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, બંધ છે એટલે બંધ છે તારાથી થાય તે કરી લે. આમ કહી તે બારી પાસથી રૂમમાં જતા રહ્યા હતા અને બહાર દર્દીઓ રઝળી પડ્યા હતા. આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઇએ તેવી માંગ દર્દીઓમાં ઉઠી છે. 

(જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...