તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ગીર સોમનાથમાં આરોગ્‍ય સુવિઘાની ઉણપ દુર કરવા લોકપ્રતિનિધિઓએ રૂ.28.50 લાખની ગ્રાંટ ફાળવણી કરી

વેરાવળ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના ઘારાસભ્‍ય વિમલ ચુડાસમા - Divya Bhaskar
કોંગ્રેસના ઘારાસભ્‍ય વિમલ ચુડાસમા
 • સોમનાથના કોંગ્રેસના ધારાસભ્‍યએ ઓક્સિજન પ્‍લાન્‍ટ માટે રૂ.25 લાખ આપ્યા
 • કોંગ્રેસના જીલ્‍લા પંચાયતના સભ્‍યએ મેડીકલ સાધનો માટે રૂ.3.57 ફાળવ્યા

ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાની સારવાર માટે જરૂરી સુવિધાની ઉણપ વર્તાઇ રહી છે. એવા સમયે વિપક્ષ કોંગ્રેસના ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાની ગ્રાંટ ફાળવી રહ્યાં છે. જેમાં આજે સોમનાથના કોંગી ધારાસભ્‍યએ ખાનગી હોસ્‍પિટલમાં ઓક્સિજન પ્‍લાન્‍ટ સ્‍થાપવા રૂ.25 લાખની ગ્રાંટ ફાળવી છે. જયારે કોંગ્રેસના જીલ્‍લા પંચાયતના સભ્‍યએ પણ રૂ.3.57 લાખની ગ્રાંટ પોતાના વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્રોમાં સુવિધા વધારવા ફાળવી છે.

હોસ્પિટલમાં ટોકન ભાવે સારવાર આપવામાં આવે છે

વેરાવળમાં પટણી સમાજ સંચાલીત એક માત્ર અલીફ હોસ્પિટલમાં હાલ એમડી તબીબ અને નર્સીગ સ્‍ટાફ સાથે 35 બેડની સુવિઘા છે. દરેક બેડમાં ઓક્સિજનના કનેક્શન ઉપલબ્‍ધ છે. હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ જાતના ભેદભાવ વગર સામાન્ય ટોકન ભાવે સારવાર આપવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી વધુ વિસ્ફોટક પરિસ્થિતીમાં છે.

અલીફ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ગ્રાંટ ફાળવી

એવા સમયે વેરાવળ સરકારી કોવિડ હોસ્પિટલમાં 70 બેડ ઓક્સિજન સુવિધાવાળા હોય જે અપૂરતા છે. જેથી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ પટણી સમાજ સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અલીફ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે પોતાની વર્ષ 21-22 ની ધારાસભ્ય ગ્રાંટમાંથી ફાળવી હોવાનો ભલામણ પત્ર જીલ્‍લા આયોજન અઘિકારીને મોકલી કાર્યવાહી કરવા ભલામણ કરી છે.

જરૂરી મેડીકલ સાધનો અને દવાઓ ખરીદ કરવા ગ્રાંટ ફાળવી

જયારે લોઢવા જિલ્લા પંચાયત સીટના સભ્‍ય જયાબેન જાદવભાઇ ભોળાએ પોતાની વર્ષ 2021-22 ના વર્ષની સદસ્યની વિકાસ માટેની સંપૂર્ણ ગ્રાંટ રૂ.3.57 લાખ પોતાના વિસ્‍તાર હેઠળ આવતા આરોગ્‍ય કેન્‍દ્રમાં જરૂરી મેડીકલ સાધનો અને દવાઓ ખરીદ કરવા ફાળવી છે. જે અંગે પત્ર લખી ભલામણ કરતા જણાવેલ કે, લોઢવા જી.પ. વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વિવિધ મેડિકલ સાધનો વસાવવાની ખાસ જરૂરીયાત છે. જેમાં આ મુજબ આરોગ્ય કેન્દ્રને રૂ.1 લાખ, લોઢવા પેટા આરોગ્ય કેન્દ્રને રૂ.1 લાખ, પ્રશ્નાવડા આરોગ્ય કેન્દ્રને રૂ.1 લાખ અને વડોદરા ઝાલા પેટા આરોગ્ય કેન્દ્રને રૂ.57 હજારની ફાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો