નિર્ણય:હવે લોકો પોતાના ફોટોવાળી ટપાલ ટિકીટ પણ છપાવી શકશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર કન્યાના ફોટોની ટિકીટ કંકોત્રી પર લગાવી શકાશે

સામાન્ય રીતે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ કે બચત ખાતાની રીતે જોઇએ છીએ. જોકે હવે પોસ્ટ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં લોકપ્રિય હસ્તીની જેમ કોઇપણ સામાન્ય વ્યક્તિ પણ પોતાના ફોટોવાળી ટપાલ ટિકીટ બનાવી શકશે.આ સુવિધા જૂનાગઢની ગાંધીગ્રામ હેડ પોસ્ટ ઓફિસ તેમજ પ્રભાસપાટણની સબ પોસ્ટ ઓફિસ ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે. આવી ટપાલ ટિકીટનો એક શિટનો ભાવ 300 રૂપિયા છે જેમાં 12 ટિકીટ આપવામાં આવશે. આવી ટિકીટો જ્નમ દિવસની યાદગીરીરૂપે બનાવી શકાય છે. વર કન્યાના ફોટા સાથેની ટિકીટ લગ્ન કંકોત્રી ઉપર લગાવી શકાય છે. સ્કૂલ, કોલેજ, સંસ્થાના નામ - લોગો સાથેની ટિકીટ પણ બનાવી શકાય છે. વધુ માહિતી માટે ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ,જૂનાગઢ તેમજ પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જૂનાગઢ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...