તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:2 દિવસમાં ઠંડીમાં 5.6 ડિગ્રીના ઘટાડાથી લોકોને રાહત મળી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • શહેરમાં 8 દિવસ બાદ ઠંડીનો પારો 12.3 ડિગ્રીએ
  • હજુ ઠંડી ઘટશે, 2 દિવસ વાદળછાયું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસમાં ઠંડીમાં 5.6 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને કાતીલ ઠંડીથી રાહત મળી છે. એટલું જ નહિ 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીમાં હજુપણ ઘટાડો થશે. આ અંગે મળતી વિગત મુજબ 31 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી રહેતા લોકો હાડથિજાવતી ઠંડીથી થરથર ધ્રુજી ઉઠ્યા હતા. જોકે, બાદમાં ઠંડીમાં ઘટાડો થઇ રહ્યો છે.

છેલ્લા 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી વધી 12.3 ડિગ્રીએ આવી જતા લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. દરમિયાન હજુ પણ 2 દિવસ એટલે કે બુધ અને ગુરૂવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીમાં હજુપણ ઘટાડો થશે. દરમિયાન મંગળવારે લઘુત્તમ તાપમાન 12.3, મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 76 ટકા અને બપોર બાદ 23 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 2.8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો