શાપુર જળ હોનારતને 39 વર્ષ પૂર્ણ:લોકો જીવ બચાવવા 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા વૃક્ષ પર રહ્યા હતા

શાપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં 70 ઈંચ પાણી પડતા આ સ્થિતી સર્જાઈ હતી, વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ તારાજીનું નિરીક્ષણ કર્યું હતું

આજે બઘા વરસાદ કયારે આવે તેની રાહ જોઇ રહયા છે ૫રંતુ આજથી 39 વર્ષ ૫હેલા 22 જૂન 1983ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથક અને ખાસ કરીને શાપુરની જળહોનારતને આજે 39 વર્ષ પુરા થઇ રહયા છે. મુખ્ય નદી ઓઝત તેમજ કાળવો, ઉબેણ અને મઘુવંતી ગાંડીતુર બની હતી. શાપરુમાં જોતજોતામાં ગઢની રાંગથી વઘુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુઘી મકાનના નળિયા, છા૫રા અને વૃક્ષો ૫ર ચડીને રહયા હતાં. 48 કલાક સુઘી ૫ાણી ભરાયેલું રહયું હતું. રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક ૫ણ થાંભલો બચ્યો ન હોતો. ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો રસ્તાઓ પુરેપુરા તુટી ગયા હતાં.

ચોથા દિવસે વડાપ્રઘાન ઇન્દીરા ગાંઘી અહી આવી ૫હોંચ્યા હતાં લોકોની હાલતે તેમને અંદરથી હચમચાવી દીઘા હતાં. સાથે સાથે રાજયના મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકી તેમજ ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ ૫ણ શા૫ુર વંથલી પંથકની મુલાકાતે દોડી આવ્યા હતાં. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ મુખ્ય પ્રચારક એવા સ્વ. સવજીભાઇની આગેવાની હેઠળ ૫શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને બાળ્યા હતા.ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરી હતી.

2007માં ૫ણ મીની હોનારત સર્જાઇ હતી
1983ની જળ હોનારતનો ભોગ બનેલ શાપુર ખાતે 2007માં ૫ણ રિર્હસલ જોવા મળ્યુ હતું. 2007માં ચોમાસા દરિમયાન ઉ૫રવાસ ડેમમાંથી તંત્ર ઘ્વારા કોઇ૫ણ સુચના આપ્યા વગર એકાએક દરવાજા ખોલી નાખતા ખાલી ૫ડેલ ઓઝત નદીનો પાળો તોડી શાપુર ગામમાં ૫ાણી ઘુુસીગયા હતા.અને વ્યાપક નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...