• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • People Of Nathal Village Of Una Are Thirsty For Water, Panchayat Disrupts Water Distribution System By Not Paying Salaries To Employees

મેનેજમેન્ટમાં ખામી:ઉનાના નાથળ ગામના લોકો છતે પાણીએ તરસ્‍યા, પંચાયતએ પાણી વિતરણની વ્યવસ્થા સંભાળતાં કર્મચારીને પગાર ન ચૂકવતાં વ્‍યવસ્‍થા ખોરવાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામમાં પાણીના ખાલી હવાડા - Divya Bhaskar
ગામમાં પાણીના ખાલી હવાડા
  • વાસમોની યોજના અંર્તગત બનેલા પંચાયતના કુવામાં પાણી હોવાં છતાં ગામ તરસ્યું
  • ગામમાં હવાડા ખાલી હોવાથી અબોલ પશુઓ અને મહિલાઓ પાણી માટે વલખાં મારવા મજબુર

વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જિલ્‍લાના ઉના અને ગીરગઢડા તાલુકાના લોકોને આજે 25 દિવસ બાદ પણ પૂરતી લાઇટ-પાણી જેવી પ્રાથમીક જરૂરીયાત તંત્ર આપી શકયુ ન હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉના તાલુકાના પાંચ હજારની વસતી ધરાવતા નાથળ ગામમાં વાસમો યોજના હેઠળ ધરે ધરે નળ કનેકશન અપાયેલા છે. ગામની પંચાયતની માલિકીનો કુવો પણ છે, જેમાં પાણીનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવા છતાંય છેલ્લા 20 દિવસથી આખું ગામ અને ગામના અબોલ પશુઓ પાણીના વાકે ટળવળી રહ્યા છે. જેનું કારણ છે કે પાણીની વ્યવસ્થા સંભાળતાં કર્મચારીનો પંચાયતે પગાર નથી ચૂકવ્યો.

ઉના તાલુકાના પાંચ હજારની વસતી ધરાવતા નાથળ ગામમાં ગ્રામ પંચાયતના પાણીના કુવામાંથી ગ્રામજનોની જરૂરીયાત મુજબ પાણી પુરવઠા બોર્ડ દ્રારા પાણી આપવામાં આવે છે. ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંપ અને હેડ ટાંકી બનાવેલા છે. કેશરીયા ઝોનમાંથી પાણી વિતરણ કરાય છે. જ્યારે ગામમાં વાસમો યોજના હેઠળ ધરે ધરે નળ કનેકશનો પણ અપાયેલા છે. આ ઉપરાંત પંચાયતની માલિકીનો કુવો પણ સંપ પાસે જ આવેલા છે. જેમાં પણ પાણીનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવા છતાંય છેલ્લા વીસ દિવસથી આખું ગામ અને ગામના અબોલ પશુઓ પાણીના વાકે ટળવળી રહ્યા છે. કારણ કે, પંચાયતના પાણીના સંપ અને કુવામાંથી ગામની વસ્તી ધોરણે જે મુજબનો પુરવઠા બોર્ડ પાણીનો જથ્‍થો ફાળવી સંપ સુઘી પહોંચાડે છે. બાદમાં ગામમાં ઘર ઘર સુઘી પાણી પહોંચે તે માટે વિતરણ વ્‍યવસ્‍થા સંભાળવા એક કર્મચારી ગ્રામ પંચાયતે રાખેલા છે.

પાણીનો થઇ રહેલ વેડફાટ
પાણીનો થઇ રહેલ વેડફાટ

આ કર્મચારીની પાણી વિતરણના સમયે ગામમાં ઝોન વાઇસ પાણીની લાઇનના વાલ ખોલવા સહિતનું કામ કરવાની જવાબદારી છે. તેમ છતાં આ કર્મચારીને ગ્રામ પંચાયતએ પગાર ન ચૂકવ્યો હોવાથી છેલ્‍લા વીસેક દિવસથી તેણે પોતાની જવાબદારી મુકી દઇ ઝોનના વાલ ખોલવાનું કામ છોડી દેતા સંપમાં નિયત સમયે આવતું કેશરીયા જુથનું પાણી ઓવરફલો થઇ સંપ-કુવા અને અવેડાની આજુબાજુના વિસ્તારમાં વેડફાય રહ્યુ છે.

આ પાણી બાજુમાં આવેલા તળાવમાં જતું રહે છે. જેના કારણે છતે પાણીએ નાથળ ગામના લોકો તરસ્‍યા બન્‍યા છે. જેથી ગામની મહિલાઓને એક એક પાણીના બેડા માટે દુર દુર વિસ્તારોમાં આવેલા સંપ ઉપર જઇ દોરડા વડે પાણી સીચીને લેવું પડી રહ્યુ છે. તેમ છતાં નાથળ ગ્રામ પંચાયતના સતાધીશો અને મંત્રી પાણી વિતરણ વ્યવસ્થા પ્રર્વવ્રત કરવા બાબતે આંખ આડા કાન કરી રહયાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે

પંચાયત પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ

તાલુકા પંચાયતના સભ્ય એભા ડાયાભાઈ મકવાણાએ ગામમાં વીસ દિવસથી પાણીની સમસ્યા હોવાની હામ ભરી આ પાણી વિતરણ વ્યવસ્થા પંચાયત કચેરી મારફતે કરાય છે. ગામને વિજળી પુરવઠો મળી ગયો છે અને પાણી પણ પુરતા પ્રમાણમાં છે તેમ છતા પંચાયત કર્મચારીને પગાર ન મળેલી હોવાથી તેણે જવાબદારી મુકી દીઘી છે. પંચાયત કુવામાંથી પાણીની મોટર પણ ચાલુ છે તેમ છતાં તેનો ઉપયોગ નહીં કરાતો હોવાથી હવાડા પણ ખાલી પડતા પશુઓ તરસી રહ્યા છે. પણ સતાના અહમમાં મદમસ્‍ત પંચાયતનાં જવાબદારો જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે.

વિતરણ ન થતા સંપ ઉપર જઇ પાણી ભરવા જવા લોકો મજબુર
વિતરણ ન થતા સંપ ઉપર જઇ પાણી ભરવા જવા લોકો મજબુર

પટ્ટાવાળાનો પગાર નથી કરતી પંચાયત

નાથળ ગ્રામ પંચાયતના સભ્ય હમીરભાઈ ગોવિંદભાઈ બારડએ ગામમાં પાણી વ્યવસ્થા સંભાળતા કર્મચારીનો પગાર ઘણા સમયથી ચુકવવામાં ન આવેલો હોવાથી વિતરણની વ્યવસ્થા છોડી દેતાં લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગામમાં ઝોન વાઇઝ પાણી વિતરણ કરવા પાઇપલાઇનનું નેટવર્ક બિછાવેલું હોવાથી જેના વાલ ખોલવાવાળુ કોઇ ન હોવાથી પાણી વિતરણ થઇ રહ્યુ નથી. રાવલ ડેમ યોજના અંતર્ગત ગામનો સંપ પાણીથી નિયમિત ભરાયા બાદ સતત છલકાઇ રહ્યો છે. જેના કારણે થતા પાણીના વેડફાટથી સમગ્ર વિસ્તારના રસ્‍તાઓ અને તળાવમાં પાણી રેલમછેલ જોવા મળે છે. આ બાબતે સરપંચ અને મંત્રી ધ્યાન ન આપતા હોવાથી સમસ્‍યા સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...