વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે ઇન્દિરાગાંધી સર્કલ, મોતીબાગ ગેટ નં 1 થી ભવનાથ ગ્રાઉન્ડ સુધી સાઇકલોથોનનું આયોજન રોટરી ક્લબ, સાઈકલલિંગ ક્લબ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ સાઇકલોથોનમાં અંદાજે 100 જેટલા લોકોએ ભાગ લીધેલ અને અંદાજે 2000 કિમી જેટલી સાઇકલ ચલાવી હતી. આથી રોટરી ક્લબ એક કિલોમીટરના રૂપિયા 10ની રકમ કન્યા કેળવણી અને લીટરસી મિશન હેઠળ વપરાશે. આમ આજે જૂનાગઢના લોકોએ કન્યા કેળવણી માટે સાઇકલ ચલાવી પોતાનું યોગદાન આપ્યું હતું.
સાથે સાથે ભાગ લેનાર સર્વેએ પર્યાવરણનું જતન કરવા એક પેડ દેશ કે નામ અભિયાન હેઠળ એક છોડ વાવીને તેનું જતન કરવાની નેમ પણ લીધી હતી. આ તકે રોટરી કલબના પ્રમુખ હિતેશભાઇ ગજ્જર, સાઈકલિંગ ક્લબના પ્રમુખ કલ્પેશભાઇ સાંખલા, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના કાર્યકર્તાઓ તેમજ બીપીનભાઇ કણસાગરા, કિરીટભાઇ પટેલ, પ્રશાંત દેસાઇ, હેમાંગ દેસાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.