તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોસ્ટના કામ માટે ગિર સોમનાથ જિલ્લાના લોકોને જૂનાગઢના ધક્કા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરસોમનાથ જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસ જૂનાગઢમાં
  • અલગથી હેડ પોસ્ટ ઓફિસ ફાળવવા સાંસદની રજૂઆત

ગિર સોમનાથ જિલ્લાને અલગથી હેડ પોસ્ટ ઓફિસ ડિવીઝન આપવા સાંસદે રજૂઆત કરી છે. આ અંગે મળતી વિગત મુજબ સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ દિલ્હી સ્થિત સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો અલગ થયા છે. તમામ વહિવટી કચેરીઓ વેરાવળ ખાતે કાર્યરત થઇ છે. પરંતુ પોસ્ટ વિભાગની કચેરીઓ ગિર સોમનાથમાં કાર્યરત કરાઇ નથી અને જૂનાગઢમાં જ રખાઇ છે.

પરિણામે ગિર સોમનાથ જિલ્લાના લોકોને પોસ્ટના કામ માટે છેક જૂનાગઢ સુધી ધક્કા થાય છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લામાં અલગથી હેડ પોસ્ટ ઓફિસ ડિવીઝન આપવા રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત ભવનાથ પોસ્ટ ઓફિસને બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાંથી ફરી સબ પોસ્ટ ઓફિસમાં ફેરવવા તેમજ નવા વિકસતા વિસ્તારોમાં નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવા પણ રજૂઆત કરાઇ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, પોસ્ટના વિમલભાઇ ત્રિવેદીની ઉપસ્થિતી રહી હોવાનું સંજયભાઇ પંડયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...