તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • People Of 5 Villages Deprived Of Service Road, Even After Giving 300 Hectares Of Land In Jetpur Somnath Highway, The Plight Of 270 Farmers Remained The Same.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:5 ગામના લોકો સર્વિસ રોડથી વંચિત, જેતપુર-સોમનાથ હાઇવેમાં 300 હેકટર જમીન આપ્યા પછી પણ 270 ખેડૂતોની વ્યથા યથાવત રહી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંસદને પત્ર લખ્યો : ટૂંક સમયમાં યોગ્ય નહી થાય તો સાંસદના કાર્યાલયે રામધૂન
 • ખેતર સુધી પહોંચવા 4 થી 5 કિ.મી.નું કાપવું પડે છે અંતર:ગ્રામ પંચાયતોના 5 સરપંચોએ મિટીંગ કરી
 • આ 5 ગામના સરપંચોએ કરી રજૂઆત-જૂનાગઢ તાલુકાના તલિયાધર, વધાવી, પત્રાપસર, મજેવડી અને આંબલિયા ગામના સરપંચોએ લેખીતમાં રજૂઆત કરી છે.

જેતપુર સોમનાથ હાઇવે પૈકી જૂનાગઢ બાયપાસનું 19.60 કિમીનું કામ ચાલી રહ્યું છે. જોકે, આ બાયપાસ જ્યાંથી પસાર થાય છે તે પાંચ ગામમાં સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. પરિણામે 5 ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાયપાસ સંપૂર્ણ રીતે 270 પરિવારોની 300 હેકટર જમીનમાંથી પસાર થાય છે. આ રોડની બન્ને બાજુ ખેડૂતોની જમીનો આવેલી છે. પરંતુ સર્વિસ રોડ બનાવવામાં ન આવતા આ ખેડૂતોને પોતાના ખેતરે જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને રોડની માત્ર બીજી બાજુ જ ખેતર હોવા છત્તાં સર્વિસ રોડના અભાવે ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે 4 થી 5 કિમીનું ચક્કર કાપવું પડે છે. ત્યારે આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, જે બહેરા કાને અથડાઇ છે. પરિણામે ખેડૂતોની વ્યથા યથાવત રહી છે. ત્યારે પાંચ ગામના સરપંચોની આગેવાનીમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોટી સંંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતી રહી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ મામલે સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રજૂઆત કરવામાં આવે અને તેના દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે.

તેમ છત્તાં જો સર્વિસ રોડ બાબતે કોઇ નિરાકરણ નહી આવે તો જિલ્લા કલેકટર કચેરી સ્થિત સાંસદની કચેરી ખાતે ટૂંક સમયમાં જ રામધૂન પણ બોલાવવામાં આવશે અને ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે તેવી 5 ગામના સરપંચોએ ખેડૂતો વતી ચિમકી ઉચ્ચારી છે. આ મામલે 5 ગામના સરપંચોએ સાંસદ ઉપરાંત પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્ય ભીખાભાઇ જોષીને પણ પત્ર પાઠવી સર્વિસ રોડના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા રજૂઆત કરી છે.

પ્રોજેક્ટ રિપોર્ટ કરતા અવળી કામગીરી
2008માં 250 કરોડનો જૂનાગઢ બાયપાસનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, આ હાઇવે બાયપાસથી છૂટા છવાયા ગામડાઓ રોડથી જોડાઇ જશે. જ્યારે વાસ્તવિકતા એ છે કે, સર્વિસ રોડના અભાવે ગામડાઓ હતા તેના કરતા પણ વધુ દૂર થઇ ગયા છે. હાલ ગામડાઓની વચ્ચેથી પસાર થતો બાયપાસ બે દેશોની બોર્ડર જેવો બની ગયો છે. પરિણામે ખેડૂતોની દુવિધા વધી ગઇ છે.

જમીન આપનારનો રોડ પર અધિકાર નહી
જેતપુર સોમનાથમાં બાયપાસ બનાવવા જે ખેડૂતોએ જમીન આપી છે તેને સર્વિસ રોડ આપવામાં ન આવતા જાણે આવા ખેડૂતોનો રોડ પરનો અધિકાર જ ન રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે.

3 સર્વિસ રોડ બનાવ્યા, 5 બાકી હાઇવે રોડમાં કુલ 8 સર્વિસ રોડ બનાવવાના હતા. હાલ ધંધુસર, ધોરાજી, કોયલીમાં જ સર્વિસ રોડ અપાયા છે. જ્યારે હજુ 5 સર્વિસ રોડ બાકી છે જે તાકીદે બનાવવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો