તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ:રવિવારની રજામાં પર્યટક સ્થળો પર ગુજરાતીઓ ઉમટ્યાં, જૂનાગઢ સહિત ડાંગ-નવસારીમાં લોકો કોરોના ગાઇડલાઇન સહિત ભાન ભૂલ્યાં!

જૂનાગઢ, નડિયાદ, ડાંગ, નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભવનાથ, જૂનાગઢ - Divya Bhaskar
ભવનાથ, જૂનાગઢ

સૌરાષ્ટ્રના લોકો માટે રવિવાર એટલે જૂનાગઢ. રવિવારે જૂનાગઢમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને રજાની મજા માણી હતી. પરંતુ આ મજાની આગામી સમયમાં સજા ભોગવવા તૈયાર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગળતેશ્વર
ગળતેશ્વર

કોરોનાકાળ દરમિયાન ખેડા જિલ્લાનું ગળતેશ્વર મંદિર અંદાજે ૯૦ દિવસ સુધી દર્શનાર્થીઓ અને પર્યટકો માટે બંધ રહ્યું હતું. જેના કારણે યાત્રાધામના પ્રવાસન ઉઘોગને ભારે ફટકો પડ્યો હતો. 90 દિવસ બાદ છૂટછાટને પગલે રવિવાર રજાના દિવસે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. રવિવારના દિવસે અંદાજીત 25 હજારથી વધુ લોકોએ ભગવાન ભોળાનાથના દર્શન કરીને બાજુમાં આવેલ મહીસાગર નદીમાં ડુબકી લગાવતી વખતે કોરોનાને ભૂલી ગયાં હતાં.

મિજબાની માણવામાં લોકો ભાન ભૂલ્યાં
સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ લોકો ખાણી-પીણીની મિજબાની માણી રહ્યાં છે. કડી પાલિકાની સામે આવેલી પકોડીની દૂકાન પર પકોડી ખાવા ભીડ જામી હતી. લોકો પકોડીની સાથે કોરોના ખાવા આવ્યા હોય તેવું લાગતું હતું.

સાપુતારા
સાપુતારા

નવસારી અને ડાંગ જિલ્લામાં કોરોનાના 1 વર્ષમાં બેસી ગયેલુ પર્યટન બીજી લહેર શાંત થતા જ પુનઃ પાટે ચઢ્યું છે. હિલ સ્ટેશન સાપુતારામાં હવે પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે, પણ ત્રીજી લહેર ભૂલવી ન જોઈએ.

અંબાજી
અંબાજી

લોકડાઉનની લાંબી સમયાવિધિ બાદ રવિવારની રજાના સમન્વયમાં અંબાજી અસંખ્ય યાત્રિકોથી ઉભરાયું હતું. મા અંબાના દર્શન માટે લાંબી કતાર જોવા મળી હતી. વ્યવસ્થાને અભાવે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

માંડવી બીચ, કચ્છ
માંડવી બીચ, કચ્છ

કચ્છના રમણીય માંડવી બીચ પર રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં. અસહ્ય બફારાના લીધે લોકોએ બીચ પર આવી દરિયાની ઠંડી હવા માણી હતી. પરંતુ હજુ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સાવચેતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...