તપાસ:ગાયને છડકો રિક્ષામાં ચોરી જવાનો પ્રયાસ કરનારને લોકોએ લમધાર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં આવેલા મયારામ આશ્રમ નજીકની ઘટના
  • પોલીસ હવાલે કરવામાં આવ્યો : એક ની અટક, અન્ય બે ની શોધખોળ

જૂનાગઢના મયારામ આશ્રમ નજીક ગાયની ચોરી કરનાર શખ્સને સ્થાનિક લોકો, ગૌરક્ષકોએ ઝડપી લઇ મેથીપાક આપ્યો હતો. બાદમાં પોલીસ હવાલે કરતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે એ ડિવીઝન પોલીસે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારની ગોપાલ વાડી નજીક રહેતા કરમણભાઇ રાણાભાઇ હરણની ગાય ગિરનાર દરવાજા મયારામ આશ્રમ નજીક હતી. ત્યારે અબ્દુલ અને તેની સાથેના 2 અજાણ્યા શખ્સો કરણમભાઇની ગાયની દિન દહાડે ચોરી કરી જીજે 11 એક્સ 4099માં ચડાવી લઇ જવાની કોશિષ કરતા હતા.

આમ,ગાયની ચોરી થતી હોવાનું જણાતા સ્થાનિક લોકો, ગાૈરક્ષકોએ અબ્દુલને ઝડપી લીધો હતો અને લમધારી પોલીસ હવાલે કર્યો હત ો. જ્યારે તેની સાથેના અન્ય 2 શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. દરમિયાન પોલીસે કરમણભાઇ હરણની ફરિયાદ નોંધી અબ્દુલની અટક કરી છે જ્યારે નાસી છૂટનાર 2 અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન ગાયની ચોરીની ઘટનાને અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદના જૂનાગઢ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ભાવિન ભાઇ માંકડીયા અને શહેર પ્રમુખ વિશાલભાઇ અકબરીએ મહત્વની ભૂમિકા ભજવી આરોપી અબ્દુલને પોલીસ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...