તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ધૂળેટીની ઉજવણી કરનાર લોકોની કરાશે ધરપકડ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • તહેવારોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આયોજન
 • પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગ હાથ ધરાશે

જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં ધુળેટીના પર્વની ઉજવણી કરનારની ધરપકડ કરવામાં આવશે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે ગૃહ વિભાગે મર્યાદિત સંખ્યામાં જ હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. જોકે, ધુળેટી ઉત્સવની ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી પોલીસ દ્વારા જિલ્લાભરમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે.

જૂનાગઢમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડીવાયએસપી જે.બી. ગઢવી, માંગરોળ ડીવાયએસપી જે. જી. પુરોહિતના માર્ગદર્શનમાં શહેર તેમજ જિલ્લાના તમામ થાણા અમલદારોને ધુળેટીમાં લોકો એકત્રિત ન થાય તે માટેની કામગીરી કરવા સૂચના આપી છે. જો લોકો કોઇ જગ્યાએ મોટા પ્રમાણમાં એકત્રિત થઇ ધુળેટીની ઉજવણી કરશે તો જાહેરનામા ભંગ બદલ આવા લોકોની ધરપકડ કરવામાં આવશે. દરમિયાન હોળી, ધુળેટીના તહેવારને લઇને બુટલેગરોને ત્યાં અગાઉથી જ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

તેમ છત્તાં દારૂનું વેંચાણ કરનાર કે છાકટા બનનાર લોકો પર ખાસ નજર રાખી તેને પકડી પાડવામાં આવશે. આ માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગ કરી કેફી પીણું પી ને ફરનાર કે વાહન ચલાવનારને પકડી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો