લોકો ત્રાહિમામ:જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 13ના સુદામા પાર્કમાં બિસ્માર રોડથી લોકો પરેશાન

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરનાં રસ્તામાં ગાબડા, ધૂળની ઉડતી ડમરીથી શ્વાસનો રોગ થવાની ભિતી

શહેરના વોર્ડ નંબર 13માં આવેલ સુદામા પાર્કમાં બિસ્માર રસ્તાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ રસ્તાનું સત્વરે રિપેર કરવાની માંગ ઉઠી છે. સુદામા પાર્કના રસ્તામાં ઠેરઠેર ગાબડા પડી ગયા છે જેથી વાહન ચાલકને પસાર થવું મુુશ્કેલ બને છે. ક્યારે ખાડા તારવવા જતા નાના મોટા અકસ્માતો પણ થાય છે.

વળી, વાહન પસાર થતા ધૂળની ડમરી ઉડે છે જેથી રોડની આજુબાજુના ઘરો સતત ઉડતી ધૂળથી ભરાય જાય છે. ધૂળની ડમરીના કારણે શ્વાસના રોગ થવાની પણ ભિતી વ્યકત થઇ રહી છે. ત્યારે મનપા દ્વારા આ વિસ્તારમાં રોડનું સત્વરે રિપેરીંગ કરવામાં આવે તેમ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...