તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીની આવક:યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેંચાઇ, જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી વેંચવા માટે ઉમટી પડતા યાર્ડમાં વિપુલ માત્રામાં થઇ આવક

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ યાર્ડમાં હાલ અનેક જણસની આવક થઇ રહી છે. જોકે, અત્યારે મગફળીની સિઝન હોય સાંથી વધુ આવક મગફળીની થઇ રહી છે. પરિણામે યાર્ડમાં ઠેર ઠેર મગફળીની ગુણીના થપ્પા લાગ્યા છે. જોકે, હજુ પણ આવક સતત વધી રહી છે.ત્યાર બાદ ધાણા, સોયાબીન અને ઘઉંનો ક્રમ આવે છે. - Divya Bhaskar
જૂનાગઢ યાર્ડમાં હાલ અનેક જણસની આવક થઇ રહી છે. જોકે, અત્યારે મગફળીની સિઝન હોય સાંથી વધુ આવક મગફળીની થઇ રહી છે. પરિણામે યાર્ડમાં ઠેર ઠેર મગફળીની ગુણીના થપ્પા લાગ્યા છે. જોકે, હજુ પણ આવક સતત વધી રહી છે.ત્યાર બાદ ધાણા, સોયાબીન અને ઘઉંનો ક્રમ આવે છે.
 • ટેકાના ભાવે વેંચાણ કરવામાં પડતી અનેક મુશ્કેલીના કારણે ખેડૂતો માર્કેટીંગ યાર્ડના વેપારીને જણસ વેંચી દે છે

જૂનાગઢના દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે તેમજ યાર્ડના વેપારીઅો પણ મગફળી ખરીદી રહ્યા છે. જોકે, યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવ હોવા છત્તાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાની મગફળી યાર્ડના વેપારીને વેંચી છે. ખાસ કરીને ટેકાના ભાવે મગફળી વેંચાણ કરવામાં ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી પડી રહી છે. પરિણામે ખેડૂતો ઓછા ભાવ હોવા છત્તાં ભાવની પરવા કર્યા વિના ખુલ્લામાં વેપારીઅોને પોતાની મગફળી વેંચી રહ્યા છે.

દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાના ભાવ સિવાય યાર્ડના વેપારીઓને 71,152 ક્વિન્ટલ મગફળી વેંચી છે. આ ઉપરાંત પણ અન્ય જણસીનું વેંચાણ થઇ રહ્યું છે. પરિણામે યાર્ડ અનેક પ્રકારની જણસીથી ઉભરાઇ રહ્યું છે. દરમિયાન 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે,જેનો 20 કિલોનો ભાવ 1055 છે. જ્યારે ખુલ્લામાં યાર્ડના વેપારીઓએ વધુમાં વધુ 1011 ભાવે મગફળી ખરીદી છે. જ્યારે એવરેજ ભાવ 850 નો રહ્યો હતો. જોકે, સૌથી નીચો ભાવ માત્ર 700 રૂપિયા રહ્યો હતો. આમ, સરકારના ટેકાના ભાવ 1055ની સામે યાર્ડના વેપારીઓને માત્ર 700 રૂપિયામાં પણ ખેડૂતો પોતાની મગફળી વેંચી રહ્યા છે.

યાર્ડમાં 25 દિમાં 1,02,800 ક્વિન્ટલ જણસની આવક
10 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીના 25 દિવસમાં વિવિધ જણસી મળી યાર્ડમાં કુલ 1,02,800 ક્વિન્ટલની આવક થઇ છે. આમાં મગફળી 71,152 ક્વિન્ટલ, ધાણા 12,828 ક્વિન્ટલ, સોયાબીન 10,008 ક્વિન્ટલ અને ઘઉં 8,812 ક્વિન્ટલની આવક થઇ છે. આમ, 25 દિવસમાં કુલ 1,02,800 ક્વિન્ટલ જણસની આવક યાર્ડમાં થઇ છે.

માર્કેટીંગ યાર્ડમાં મગફળી, ધાણા, સોયાબીન, ઘઉંના આ ભાવ રહ્યા

જણસનું નામનીચાભાવઉંચાભાવમધ્યમ ભાવ
મગફળી7001011850
ધાણા1,0301,2481,135
સોયાબીન750889835
ઘઉં275367325
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો