સંભાવના:ઓક્ટોબર થી ડિસેમ્બરમાં મગફળીનાં ભાવ 1050 થી 1150 રહેવાની સંભાવનાં

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાંથી 7 લાખ ટન મગફળીની નિકાસ થવાની સંભાવના

મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. બજારમાં નવી મગફળી આવશે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર વિભાગે મગફળીનાં ભાવને લઇ કેટલીક સંભાવનાઓ વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે દેશમાંથી 6.39 લાખ ટન મગફળીની નિકાસ થઇ હતી. જે વર્ષ 2019માં 6.64 લાખ ટન હતી. ચાલુ વર્ષે 7 લાખ ટન જેટલી થવાની સંભાવનાં છે. વર્ષે 2020-21માં 2.42 લાખ ટન મગફળીનાં તેલની નિકાસ થઇ હતી,જે ભુતકાળમાં 40 હજાર ટનથી વધારે થયું ન હતું,જેના કારણે નવેમ્બર-ડિસેમ્બર 2020માં મગફળીનાં મણનાં 1000 જેટલા હતા.

ફેબ્રઆરીમાં 1100 રૂપિયા, એપ્રિલમાં 1200 રૂપિયા અને ઓગસ્ટમાં 1300 રૂપિયાથી વધારે હતાં. હાલ ગુજરાતનાં જુદા-જુદા યાર્ડમાં 1050 રૂપિયા જેટલા પ્રવર્તમાન છે. સરકારે ટેકાનાં ભાવ મણનાં 1110 જાહેર કર્યાં છે. મગફળીનાં ભાવ ઓક્ટોબર થી ડિસેમ્બર દરમિયાન મણનાં રૂપિયા 1050 થી 1150 જેટલા રહેવાની સંભાવનાં છે.

અન્ય સમાચારો પણ છે...