બમ્પર આવક:સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવકમાં વધારો, મગફળીનો 1175નો ભાવ બોલાતા ખેડૂતો ખુશ

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેતા હોવાને કારણે જણસીઓની મબલખ આવક

ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા એપીએમસીના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં મગફ્ળીની આવકમાં ખૂબ જ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં મગફ્ળીના 20 કિલોના ભાવ રૂ.1175 ઉંચા ભાવ અને સોયાબીનના ભાવ પણ 20 કિલોના ઉંચામાં 3150 સુધી હરાજીમાં બોલાવવાની સાથે વેચાણ થયેલ છે.

જણસીઓની મબલખ આવકને પગલે યાર્ડમાં ખેડૂતો માટે કરાયેલ વ્યવસ્થા બરાબર ચાલે છે તે જોવા સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટયાર્ડના આદ્યસ્થાપક એવા પૂર્વ મંત્રી જસાભાઈ બારડે માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. માર્કેટીંગ યાર્ડમાં મગફ્ળી તેમજ સોયાબીનની મોટા પ્રમાણમાં બમ્પર આવક થઈ રહી છે. માર્કેટીંગ યાર્ડમાં હરાજીમાં મગફ્ળી 20 કિલોના રૂ 955 થી 1175, સોયાબીન રૂ.1020 થી 3150, ઘઉં રૂ.340 થી 395, તલ સફેદ રૂ.1460 થી 1985, ચણા રૂ.860 થી 980, કપાસ રૂ.1500 થી 1700 સુધીમાં જાહેર હરાજીમાં ભાવો બોલાયા બાદ વેચાણ થયેલ હતા.

સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પોશણક્ષમ ભાવ મળી રહે છે અને ખુલ્લી હરાજી,ખરો તોલ અને રોકડા નાણા આપતી એપીએમસીમાં ખેડૂત ભાઈઓએ માર્કેટયાર્ડ પ્રાંસલીમાં ખેત ઉત્પન્ન જણસીઓ વધુને વધુ વેચાણ માટે લાવવા સંસ્થાના ચેરમેન દિલીપભાઈ બારડની યાદીમાં જણાવવામાં આવે છે.

Attachments area

અન્ય સમાચારો પણ છે...