કામ બંધ કરવાની નોબત આવી:પેવર પ્લાન્ટ 1 મહિના વ્હેલો શરૂ કર્યોને વરસાદ આવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ રોકાયા બાદ તુરત રોડના કામ શરૂ કરાશે

શહેરમાં રસ્તા રિપેરીંગના કામ શરૂ કર્યાને વરસાદ આવતા કામ બંધ કરવાની નોબત આવી છે.આ અંગે મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભૂગર્ભ ગટરના કામ માટે રોડ ખોદવામાં આવ્યા હતા. હવે તે રોડ રિપેરીંગ કરવા છે પરંતુ ચોમાસાના કારણે કામગીરી થઇ શકતી નથી. નિયમ મુજબ પેવર પ્લાન્ટને શરૂ કરવામાં એક મહિનાની વાર છે.

તેમ છત્તાં લોકોને રસ્તાના મામલે પડતી હાલાકીને ધ્યાને રાખીને મંજૂર થયેલ એજન્સીના કોન્ટ્રાકટર પાસે પેવર પ્લાન્ટ 1 મહિનો વ્હેલો શરૂ કરાવી રસ્તા રિપેરીંગની કામગીરી શરૂ કરાવી હતી. પ્રાથમિક તબક્કે સ્વામિનારાયણ અક્ષર મંદિર પાસેથી રોડનું કામ શરૂ કરાવ્યું હતું.

જોકે, વરસાદ તૂટી પડતા કામગીરી અટકાવવી પડી છે અને ખડિયા પાસેનો પેવર પ્લાન્ટ પણ બંધ કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે વરસાદ આવે પછી 2 દિવસ રોડને તડકામાં સૂકાવા દેવો પડે તો જ રોડ બની શકે નહિતર કામ ન થઇ શકે. એટલે જેવો વરસાદ બંધ થશે એટલે તુરત જ રસ્તાના ખાડા બૂરવા, પેચવર્ક, પેવરના કામ, નવા રોડના કામ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...