તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશીઓને દેશપ્રેમ:અમેરિકા વસતો સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ ગુજરાતના ગામડાઓ માટે ઓક્સિજનના મશીનો મોકલશે, 4 દિમાં 5 કરોડનું દાન એકઠું કર્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાની મહામારીમાં ગામડે ગામડે કોવિડ સેન્ટરો ઉભા થઇ ગયા. પણ ત્યાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. ત્યારે અમેરિકામાં વસતા સૌરાષ્ટ્રના પટેલ સમાજના લોકો આ સમસ્યાને ભરી પીવા આગળ આવ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ - અમેરિકાએ ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનું નક્કી કર્યું છે. આ માટેની ટહેલ નાંખી માત્ર 4 જ દિવસમાં રૂ. 5 કરોડ (6,80,000 ડોલર) નું દાન પણ એકઠું કરી લીધું. અને 1100 થી વધુ ઓક્સિજન મશીન અને અન્ય સાધન સામગ્રી ખરીદી પણ લીધી છે.

પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલેકે પોર્ટેબલ ઓક્સિજન મશીનો એર કાર્ગો, એર ઇન્ડિયા, યુપીએસ અને બાલાજી વેફર્સના સહયોગથી ટુંક સમયમાં સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવનાર છે.

અમેરિકામાં 40 વર્ષથી કાર્યરત છે આ સંસ્થા
સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ - અમેરિકા છેલ્લા 40 વર્ષોથી અનેક પ્રકારની સેવાભાવિ, પરોપકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. જેમાં 2800 આજીવન અને 15,000 સભ્યો ધરાવતી સૌથી મોટી સંસ્થા છે. ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટેની વિકટ સ્થિતીને ધ્યાને લઇને સંસ્થા આગળ આવી છે. આગામી દિવસોમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત આવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...