ભૂમિપૂજન:બામણગામે 1 કરોડના ખર્ચે લેઉવા પટેલ સમાજ બનશે, ભૂમિપૂજન સમયે જ રોકડા 40 લાખ, 35 લાખની 1 વિઘો જમીનનું દાન

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે રૂપિયા 1,00,00,000ના ખર્ચે લેઉવા પટેલ સમાજનું નવું અદ્યતન ભવનનું નિર્માણ કરાશે. આ અંગે સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજના ભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું હતું.

આ તકે પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, કેળવણીકાર જે.કે. ઠેસીયા, ઉદ્યોગપતિ વિજય દોમડિયા, પરેશભાઇ ગજેરા,જેન્તીભાઇ વઘાસીયા, સરદાર ધામના મહિલા કન્વિનર જયશ્રીબેન વેકરીયા, ભાવનાબેન પોશીયા,સવજીભાઇ સાવલીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

આ પ્રસંગે દાતાઓએ 11,000થી લઇને 5,00,000 સુધીના દાનની સરવાણી વહાવતા ભૂમિપૂજન પ્રસંગે જ રોકડા 40,00,000નું દાન એકત્રિત થયું હતું તેમજ 35,00,000ની કિંમતની 1 વિઘો જમીનનું ભૂમિદાન પણ જાહેર કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પારસભાઇ ગજેરા, ગોપાલભાઇ હિરપરા,કેતનભાઇ ગજેરા, તમામ ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...