સમસ્યા:માળિયામાં મુસાફરો રાહ જોઇને બેઠા પણ એસટી બસ ન જ આવી

માળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા કરાતો અન્યાય, બંધ રૂટો શરૂ કરવા રજૂઆત કરાઈ

માળિયાહાટીના પંથકના લોકોને ઘણા લાંબા સમયથી એસટી તંત્ર દ્વારા અન્યાય કરાય રહ્યો હોય તેમ મનફાવે ત્યારે એસટી વિભાગનાં અધિકારીઓ દ્વારા માળિયાહાટીનાની એસટી બસ બંધ કરી દેવામાં આવી રહી છે.ત્યારે આજે સવારનાં કેશોદ-વેરાવળ વાયા માળિયા 7 કલાકની અને માળિયાથી સવારે 7 કલાકે ઉપડતી પણકવા-માળિયા- જૂનાગઢ ન આવતા દરરોજ અપડાઉન કરતા મુસાફરો રઝળી પડ્યા હતા. અને 7:30 કલાકે વેરાવળ-ઉપલેટા વાયા માળિયા બસ આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને બંધ કરાયેલા તમામ રૂટની એસટી બસ સેવા શરૂ કરવા મુસાફરોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...