કામગીરી:મુસાફરો રિક્ષામાં 6,000નો થેલો, 10,000નું ધાબળાનું પોટલું ભૂલ્યા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમ શાખા દ્વારા શોધી આપી મૂળ માલિકને પરત કર્યા

રિક્ષામાં ભૂલેલો 6,000નો થેલો અને 10,000નું ધાબળાનું પોટલું નેત્રમ શાખાએ શોધી કાઢી મૂળ માલિકને પરત કરેલ છે. આ અંગે મળતી વિગત મુજબ રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રજાકલ્યાણના કાર્યો કરવા સૂચના અપાઇ છે. દરમિયાન ઇન્દોરથી જૂનાગઢ ફરવા આવેલ સુદીપ જૈન ઓટો રિક્ષામાં બેઠા હતા.રિક્ષામાંથી ઉતર્યા ત્યારે 7 માંથી એક 6,000ની કિંમતનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા. આ અંગેની જાણ કરતા નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રિક્ષા શોધી થેલો મેળવી મૂળ માલિકને પરત કર્યો હતો.

જ્યારે વાડલા ફાટકે રહેતા અને ફેરીનું કામ કરતા ઘનાભાઇ પરમાર ધાબળાનું પોટલું વાળી વેચવા લઇ જવા રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ યાદ આવ્યું કે, નવા ધાબળાનું 10,000ની કિંમતનું પોટલું રિક્ષામાં ઉપરના કેરિયરમાં ભૂલાઇ ગયું છે. આ અંગેની જાણ થતા નેત્રમ શાખાએ સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા શોધી કાઢી ધાબળાનું પોટલું મેળવી મૂળ માલિકને પરત કર્યું હતું. આ કામગીરી હેડક્વાર્ટર ડિવાયએસપી એ.એસ. પટણીના માર્ગદર્શનમાં નેત્રમ શાખાના(કમાન્ડ એન્ડ કન્ટ્રોલ)ના પીએસઆઇ પી.એચ. મશરૂ અને સ્ટાફે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...