તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વનો પ્રારંભ:જૂનાગઢમાં જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ કરાયો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધના હ્રદયથી થાય છે કે રોબોટ બનીને ? વિષય પર પ્રવચન

જૂનાગઢમાં ઉપરકોટ સ્થિત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જૈનોના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે અહો જિનશાસનં ના નાદથી મહેતા નિદાન કેન્દ્ર ગુંજી ઉઠ્યું હતું. આ તકે પ્રાત: કાલ 7 વાગ્યે ઇનર ક્લીનીંગ કોર્સમાં અનેક ભાવિકોએ જોડાઇ આત્મશુદ્ધિનો પુરૂષાર્થ કર્યો હતો. ખાસ કરીને પર્યુષણમાં થતી સાધના, આરાધના રોબોટ બનીને પરંપરાથી કરવામાં આવે છે કે ભાવપૂર્વક હ્રદય ઉલ્લાસથી કરવામાં આવે છે ? તે વિષય પર ચિંતન કરાવતું પ્રવચન યોજાયું હતું.

આ તકે ડો. ડોલરબાઇ મહાસતિજી, પૂર્ણાબાઇ મહાસતિજી, સૌમ્યાજી મહાસતિજી, ઋજુતાજી મહાસતિજી, સમ્યકતાજી મહાસતિજી અને અનુભૂતિજી મહાસતિજીના સાનિધ્યે પર્યુષણનો પ્રથમ દિવસ ઉજવાયો હતો. આઠ દિવસ સુધી ચાલનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહુ ધર્મપ્રેમી જનતાને જોડાવા સ્થાનકવાસી સંઘ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...