તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ત્રણ માસથી ફરાર આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેલમાંથી જામીન મેળવી ફરાર થયો હતો

જૂનાગઢ જિલ્લા જેલમાંથી જામીન મેળવી 3 માસથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે. આ અંગે મળતી વિગત મુુજબ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે, સુખનાથ ચોક વિસ્તારના અરવિંદ લખમણ ચૌહાણ સામે એ ડિવીઝનમાં કેસ થયો હતો. બાદમાં તેને કાચા કામના કેદી તરીકે જિલ્લા જેલમાં રાખ્યો હતો. જોકે, જેલમાંથી વચગાળાના જામીન મેળવી છુટ્યા બાદ મુદ્દત પૂર્ણ થયે જેલમાં હાજર થવાના બદલે 3 માસથી ફરાર રહ્યો હતો. આ આરોપી સુખનાથ ચોકમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોડના પ્રદિપભાઇ ગોહિલ, સંજયભાઇ વઘેરા, રમેશભાઇ માલમ,પ્રકાશભાઇ અખેડ,સંજયભાઇ ખોડભાયાએ અરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...