ક્રાઈમ:પરિણીતાને મિલ્કતમાંથી હક્ક હિસ્સો ઉઠાવી લેવા માટે ધાક ધમકી અપાઈ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરિયાવર બાબતે મેણાટોણા માર્યા, મારકૂટ પણ કરી, 13 સામે ગુનો

જામનગરના લાલપુર સ્થિત સાસરિયાઓ પરિણીતાને દુ:ખ ત્રાસ આપતા હોય જેથી જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં 13 વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ હાલ જૂનાગઢમાં રહેતા ઉર્મીલાબેન જેસીંગભાઈ વાઢેરને જામનગરનાં લાલપુર સ્થિત સાસરિયાઓ કરિયાવર બાબતે મેણાટોણા મારતા હતા. તેમજ ગાળો ભાંડી શારિરીક માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પતિ જેસીંગ નારણભાઈ વાઢેર, કાળા નારણભાઈ વાઢેર, પરબત નારણભાઈ વાઢેર, ગોવિંદ નારણભાઈ વાઢેર, દિલીપ નારણભાઈ વાઢેરે મિલ્કતમાંથી હકહિસ્સો ઉઠાવી લેવા ધાકધમકી આપી હતી. તેમજ અન્ય સાસરિયાઓ ગાળા ગાળી કરી મારકૂટ કરી હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

જ્યારે જેસીંગ વાઢેર, કાળાભાઈ ‌વાઢેર, પરબત વાઢેરે ઉર્મીલાબેનનો કરિયાવર પોતાની પાસે રાખી લીધો હતો. પોલીસે આ બનાવમાં જેસીંગ વાઢેર, કાળા વાઢેર, મંજુબેન, પરબત વાઢેર, કડવીબેન, ગોવિંદ, ફાલ્ગુનીબેન, વેજુબેન, ભાનુબેન, આકાશ, કાજલબેન, દિલીપ અને દેવીબેન વિરૂદ્ધ જૂનાગઢ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...