તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પરિણીતા પર દુષ્કર્મ કરી છૂટાછેડા કરાવ્યા, બીજે સગાઇ કરતાં ફોટા વહેતા કર્યા

જૂનાગઢ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભેંસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામની એક પરિણીતાને ગામનાજ એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આથી તેના પતિએ છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં બીજે સગાઇ નક્કી કરતાં પેલા શખ્સે પરિણીતાના બિભત્સ ફોટા વહેતા કર્યા હતા. ભેંસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામની એક 24 વર્ષિય પરિણીતાને તેના ભાઇ અને પતિને મારી નાંખવાની ધમકી આપીને ગામના સંજય કાળુભાઇ રાઠોડ નામના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ વાતની ખબર પડતાં પરિણીતાના છૂટાછેડા થઇ ગયા હતા. બાદમાં તેના પરિવારજનોએ પરિણીતાની અમરેલીમાં બીજી જગ્યાએ સગાઇ નક્કી કરી હતી. આ વાતની ખબર પડતાં સંજયે તેને ગત તા. 9 માર્ચ 2021 ના રોજ રાત્રે દોઢ વાગ્યે પોતાને ઘેર બોલાવી હતી. અને ફરી તેના પર દુષ્કર્મ આચરી તેના ફોટા પાડી લીધા હતા. અને જ્યાં સગાઇ નક્કી કરી હતી ત્યાં એ ફોટા વહેતા કર્યા હતા. આથી પરિણીતાએ સંજય સામે ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો