કાર્યવાહી:પેપર લીક મુદ્દે દેખાવો કરનાર 8ની અટક, પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાક પછી તમામનો છૂટકારો, પરીક્ષા રદની કરાઇ માંગ

રાજ્યમાં વારંવાર થતી પેપર લીકની ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતીના અમિત પટેલની આગેવાનીમાં ધરણાં કરી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી 8 લોકોની અટક કરી હતી જેનો બાદમાં છૂટકારો થયો હતો. આ અંગે શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, પેપર લીકમાં જવાબદાર મોટા મગરમચ્છો છટકી જાય છે. ત્યારે આવા જવાબદારો સામે પગલાં લેવા તેમજ હેડક્લાર્કની પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવાની માંગ સાથે ગાંધીચોકમાં ધરણાં કર્યા હતા.

જોકે, 12 વાગ્યે બી ડિવીઝન પોલીસે આવી 8 લોકોની ટીંગાટોળી કરી વાનમાં બેસાડી અટક કરી હતી. જોકે, બાદમાં 1 વાગ્યે તમામનો છૂટકારો થયો હતો.ધરણાના કાર્યક્રમ સમયે ધારાસભ્ય હર્ષદ રિબડીયા, બાબુભાઇ વાજા, જિલ્લા પ્રમુખ નટુભાઇ પોંકીયા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...