તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નાળિયેરી મૌલીમાં 19 વર્ષીય યુવતી પર દીપડાનો હુમલો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગિરગઢડા તાલુકાના નાળિયેરી મૌલીમાં કપાસના ખેતરમાં કામ કરતી યુવતી પર દીપડાએ હુમલો કરી તેને ઇજા પહોંચાડી હતી. આ અંગે સીસીએફ ડિ. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જના જશાધાર રાઉન્ડની ધોકડવા રેવન્યુ બીટમાં ગઇકાલે શિલ્પા બારૈયા નામની 19 વર્ષિય યુવતી કપાસના ખેતરમાં કામ કરતી હતી. એ વખતે અચાનકજ એક દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો.

જોકે, યુવતીએ રાડારાડ કરતાં અને આસપાસના લોકોએ હાકોટા પાડતાં દીપડો નાસી ગયો હતો. બનાવમાં હાથમાં સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. બનાવને પગલે વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દીપડાને પકડવા 2 પાંજરા મૂક્યા હતા. હાલ આ પ્રકારની ઘટનાઓ છેલ્લા લાંબા સમયથી સામે આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો