દિપડાનું મૌત:સોમનાથ નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલો દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા મોત

વેરાવળ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃત દિપડો - Divya Bhaskar
મૃત દિપડો
  • અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામા આવી

સોમનાથ-જૂનાગઢ નેશનલ હાઇવે પર નજીકના ચાંડુવાવ ગામના પાટિયા પાસે વ્‍હેલી સવારે રોડ ક્રોસ કરી રહેલ દિપડો કોઇ અજાણ્‍યા વાહનના અડફેટે આવી જતા ઘટનાસ્‍થળે જ મૃત્‍યુ નિપજયુ હતુ. આ ઘટના અંગે ગ્રામજનો દ્રારા વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાના મૃતદેહનો કબ્‍જો લઇ પીએમ અર્થે અમરાપુર એનીમલ કરે સેન્‍ટર ખાતે ખસેડેલ હતો. દીપડાને અડફેટે લેનાર અજાણ્‍યા વાહનની ઓળખ મેળવવા વન વિભાગે તપાસ હાથ ઘરી છે.

વન્‍યપ્રાણીઓ શિકારની શોઘમાં માનવ વસતિવાળા શહેરો સુઘી પહોંચી રહ્યા છે. તો શહેરોના સીમાડે આંટાફેરા કરતા પણ વારંવાર જોવા મળે છે. જેમાં કયારેક કોઇ વન્‍યપ્રાણી અકસ્‍માતનો ભોગ પણ બનેલા જોવા મળે છે. ત્‍યારે આવો જ એક કિસ્‍સો વેરાવળ નજીક હાઇવે પરથી સામે આવ્‍યો છે. જે અંગે પ્રાપ્‍ત વિગતોનુસાર સોમનાથ-જુનાગઢ નેશનલ હાઇવે પર નજીકના ચાંડુવાવ ગામના પાટીયા પાસે આજે વ્‍હેલીસવારે દિપડો ક્રોસ કરી રહેલ તે સમયે પુરપાટ આવતા કોઇ વાહનને અડફેટે આવી જતા સ્‍થળ પર દીપડાનું મૃત્‍યુ નિપજતા વાહન ચાલક સવારના અંઘારામાં નાસી ગયો હતો. થોડા સમય બાદ હાઇવે પરથી પસાર થઇ રહેલ ગ્રામજનોનું ઘ્‍યાન દિપડાના મૃતદેહ પર પડતા તુરંત વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ સ્‍થળ પર દોડી આવી તપાસ હાથ ઘરી છે.

આ ઘટના અંગે આરએફઓ ગળચરએ જણાવેલ કે, અજાણ્‍યા વાહનની અડફેટે આવી મોતને ભેટેલ દીપડાની ઉંમર ચારેક વર્ષની છે. તે કયાં વાહનની અડફેટે આવી ચડયો છે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ઘરવામાં આવી છે. દીપડાના મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે અમરાપુર એનિમલ કેર સેન્‍ટર ખાતે ખસેડેલ હતો.

અન્ય સમાચારો પણ છે...