પોલીટિકલ:જિલ્લાના 413 ગામોમાં યોજાશે પંચાયતની ચૂંટણી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી જંગની તૈયારી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની જાહેરાત કરતાની સાથે જ રાજકીય પક્ષો તૈયારીમાં પડ્યા
  • ​​​​​​​18 ગામોમાં પેટા ચૂંટણી પણ યોજાશે, 3,442 વોર્ડમાં સામાન્ય ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ, ગામોમાં જીતની સોગઠાબાજી શરૂ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને 19 ડિસેેમ્બરે મતદાન કરાશે અને 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે સામાન્ય અને પેટા ચૂંટણીને લઇ કરાયેલી જાહેરાત બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જ્યારે ચૂંટણીની જાહેરાત થતાની સાથે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. ગ્રામ પંચાયતો કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 413 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી 3,442 વોર્ડમાં થશે. 18 ગામોમાં પેટા ચૂંટણી યોજાવાની છે.ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે લાંબા સમયથી ઉત્સુક કાર્યકરો હવે મેદાનમાં ઝંપલાવશે. જ્યારે અનેક ઉમેદવારોએ તો છેલ્લા 3 થી 4 મહિનાથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આવા કાર્યકરો હવે લોક સંપર્ક વધારી રહ્યા છે.

ચૂંટણી કાર્યક્રમ આ રીતે રહેશે
ચૂંટણીની જાહેરાત 22 નવેમ્બર 2021ના કરાઇ છે.નોટીસો તેમજ જાહેરનામું 29 નવેમ્બરે પ્રસિદ્ધ કરાશે.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે.ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 6 ડિસેમ્બર છે. 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાનની તારીખ 19 ડિસેમ્બર 2021ને રવિવાર છે. મતદાનનો સમય સવારના 7 થી લઇને સાંજના 6 સુધીનો રહેશે. જો જરૂર જણાય તો પુન: મતદાન 20 ડિસેમ્બરે કરાશે. જ્યારે મત ગણતરીની પ્રક્રિયા 21 ડિસેમ્બરે કરાશે. 24 ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

મતદાન મથકો
જૂનાગઢ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 413 સામાન્ય તેમજ 18 પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. સામાન્ય ચૂંટણી માટે 919 મતદાન મથકો તેમજ પેટા ચૂંટણી માટે 23 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

116 ચૂંટણી અધિકારી ફરજમાં
ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં કુલ 116 ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે. મતલબ કે આ તમામ સ્થળે ઉમેદવારો ચૂંટણી અંગેના ફોર્મ ભરી શકશે.

જૂનાગઢ જિલ્લાનું ચૂંટણી ચિત્ર

તાલુકોગામવોર્ડ
જૂનાગઢ56476
વંથલી42344
માણાવદર41332
કેશોદ32272
માંગરોળ39332
માળીયા63530
તાલુકોગામવોર્ડ
મેંદરડા39324
વિસાવદર69562
ભેંસાણ32270
આમ, જૂનાગઢ જિલ્લાના કુલ 413 ગામોમાં 3,442 વોર્ડના સભ્યો માટેની ચૂંટણી યોજાશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...