ક્રાઇમ:1 લાખના 4 લાખ ચૂકવ્યા, વ્યાજખોરે પેનલ્ટિ સાથે 7 લાખની ઉઘરાણી કરી

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નોકરિયાતને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવતી પોલીસ

વિસાવદરના સરકારી નોકરિયાતને જૂનાગઢ પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્તિ અપાવી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસ સામે પ્રજાને મદદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના અપાઇ હતી જેને પગલે જૂનાગઢ પોલીસે વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી શરૂ કરી હતી.

દરમિયાન વિસાવદરના એક સરકારી નોકરિયાતે પોતાની જરૂરિયાતના કારણે બે મિત્ર અને એક ત્રાહિત વ્યક્તિ પાસેથી 1,00,000 અને 70,000 વ્યાજે લીધા હતા. એક વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ વ્યાજને પહોંચી શકાય તેમ ન હતું. દરમિયાન અરજદારે વ્યાજખોરોને 1,00,000ના 4,00,000 જેવું વ્યાજ ચૂકવ્યું છત્તાં વ્યાજખોરોએ પેનલ્ટિ લગાવી 7,00,000 કરી સરકારી કર્મચારી પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે અરજદારે મરવા સિવાય કોઇ રસ્તો ન હોય ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી વાત કરી હતી.વ્યાજખોરોએ રૂપિયા આપ્યા ત્યારે બે ચેક લઇ ખોટું એગ્રિમેન્ટ કરી લીધું હતું.

સમગ્ર વિગત જાણ્યા બાદ ત્રણેય વ્યાજખોરોને વિસાવદર પોલીસ સ્ટેશને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા વ્યાજખોરોએ હવે અરજદાર પાસેથી કંઇ લેવાનું નહી હોવાનું જણાવી અરજદાર પાસેથી કરાવેલ નોટરી, લીધેલા ચેક પણ પરત કર્યા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ગુના નોંધી પાસા ધારા મુજબ પગલા ભરવામાં આવતા હોય આવા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો છ.

અન્ય સમાચારો પણ છે...