વિવાદ:દબાણો અંગે તંત્ર સામે સોશ્યલ મીડિયામાં રોષ

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢનું હિત વિચારતા લડાયક નેતાઓએ મુખ્યમંત્રી અને સી. આર. પાટીલને રૂબરૂ મળી આખા શહેરમાં થઇ રહેલા દબાણોની ફરિયાદ કરવી જોઇએ

જૂનાગઢ શહેરની વર્તમાન સ્થિતિ અનેક દ્રષ્ટિએ ચિંતાજનક અને ભવિષ્ય બરબાદ કરનારી છે. એવા સંજોગોમાં સોશ્યલ મીડિયામાં શહેરના પણ સતા પક્ષ સાથે સંકળાયેલા કેટલાક બોલકા નેતાઓએ કેટલાક મોરચે પોતાની બેધડક વાત મૂકવાનું શરુ કર્યું છે. આ મુદ્દાઓ જૂનાગઢ માટે ચિંતાજનક એટલે છે કે તેમાં સતા અને વહીવટી તંત્ર બંને મૌન બની ગયા છે. એવા સંજોગોમાં સોશ્યલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચા હવે એક પક્ષ દ્વારા સરકાર સુધી રજૂઆત સુધી પહોંચી છે. મતલબ એક ગ્રુપ હવે સરકારમાં ફરિયાદી તરીકે પહેલાં પહોંચ્યું છે.

એવા સંજોગોમાં આ ચર્ચા વધુ ઘેરી બની છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એવી ચર્ચા શરુ કરી છે આ સ્થિતિ અંગે સરકાર અને પક્ષનું શીર્ષ નેતૃત્વ વાકેફ હોય તેવી શક્યતા નથી. આથી જાગૃત એવા લોકો અને નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલનો સમય માગીને રૂબરૂ મળવું જોઈએ અને દરેક પાસાની સાચી વાત તેમની સમક્ષ મૂકવી જોઈએ. આ મુદ્દાઓ એવા છે જે સરકારની બદનામી પણ કરે છે અને જનતાની પરેશાની પણ વધારી રહ્યા છે.

સોશ્યલ મીડિયામાં જૂનાગઢના મહત્વના એવા મુદ્દાઓ ઉપર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જેમાં ઉપરકોટમાં થયેલા દબાણો હોય, વોંકળા ઉપર થયેલા અને થઇ રહેલા દબાણો હોય, આડેધડ બાંધકામ હોય કે કેટલાક નેતાઓની મનમાની હોય. આ મુદ્દાઓ ભારે ચર્ચામાં છે. ત્યારે આ મામલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ તેની વાસ્તવિકતા મૂકવામાં આવે તો સરકાર અને સંગઠન પણ ચોંકી જશે. તેમાં શંકા નથી આથી આ મામલે ઉચ્ચ સ્તરે રજુઆત થવી જ જોઈએ. સોશ્યલ મીડિયા ઉપર વાતો કરવાથી પરિણામ મળવાની શક્યતા ઓછી નહીં નહિવત જ છે.

પરંતુ જો સરકારને સત્ય ખબર પડી જાય તો જૂનાગઢનું ભલું થવાની શક્યતા વધી જશે. જૂનાગઢની હાલની સ્થિતિમાં માત્ર એવું છે કે, કોઈ એવા નેતા નથી જે શાસકોને આદેશ આપી શકે અને તેનો અમલ કરાવી શકે. બધા ગ્રુપ અલગ અલગ ચાલી રહ્યા છે. જેની લાઠી તેની ભેંસ એવી સ્થિતિમાં જૂનાગઢનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે. ત્યારે જો આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સમક્ષ તમામ પુરાવા સાથે મૂકવામાં આવે તો આદેશ છૂટતા વાર નહિ લાગે તેવું ભાજપના જ કેટલાક નેતાઓ માની રહ્યા છે.

ઉપરકોટની દરગાહ-મજારને રક્ષણ આપવા કોર્પોરેટરનો પત્ર

ઉપરકોટમાં આવેલા ધાર્મિક સ્થળોને રક્ષણ આપવા માટે ખુદ ભાજપનાજ એક કોર્પોરેટરે કલેક્ટરને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...