રોષ:કબ્રસ્તાનની જમીન સંપાદન સામે મુસ્લિમ સમાજમાં રોષ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને આવેદન,યોગ્ય નહિ કરાય તો કોર્ટના દ્વાર ખટખટાવાશે

કબ્રસ્તાનની જમીન સંપાદન મામલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે સોહેલભાઇ સિદિકીએ જણાવ્યું હતું કે,મનપા દ્વારા ગાડા માર્ગ એવા ઝાંઝરડા પુલથી ચોબારી રોડને પહોળો કરવા મુસ્લિમ ઘાંચી સમાજના કબ્રસ્તાનની જમીન સંપાદન કરી છે. આ જમીન ગેરકાયદેસર રીતે સંપાદન થતા મુસ્લિમ સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.

ત્યારે આ મામલે જિલ્લા કલેકટરને આવેદન આપી સત્વરે યોગ્ય કરવાની રજૂઆત કરાઇ છે. જો યોગ્ય નિર્ણય નહિ કરાય તો કોર્ટના દ્વાર ખટખટાવવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે. જ્યારે આ મુદ્દે ઘાંચી સમાજ અને શહેરના અગ્રણીઓની પણ બેઠક કરી નિર્ણય લેવાશે તેમ ગુજરાત સેવા સમાજના ચેરમેન રજાકભાઇ મહિડાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...